________________
વેતાંબી નગરીમાં.
(૪૫),
પરદેશી રાજા ભારે ઠાઠમાઠથી એ મહાપુરૂષનાં દર્શને આવ્યું. એની પછવાડે આખું ગામ દર્શન કરવાને ઉલયું, છતાં એ મહાપુરૂષની મૌનતા, માધ્યસ્થતા અજબ હતી. આજની આટલી લેકેની પૂજ્યભાવના છતાં એને જરા પણ વિકાર એ મહાન દિલમાં ન હેતે, છતાં જેવી પેલા સર્ષ તરફ મીઠાશ હતી તેવી જમીઠાશ અહીંયાં પણ હતી, તે સ્પષ્ટ સમજાતુ હતું. જોકે પોતપોતાની ભક્તિનું ફળ મેળવતા હતા. એમને જોઈ ઘેલાં જેવા થઈ જતા હતા, કેમકે મહાન પુરૂનું દર્શન જ મહાન ફળને આપનારું છે. એમના દર્શનમાં જ સર્વ સિધિઓ રહેલી હોય છે તે પછી એમના વચનની તે જરૂર જ શી ?
પરદેશી રાજા એ મહાન પુરૂષનાં દર્શન કરી નમી-પગે લાગી, એમની સ્તુતિ કરવા લાગ્યાઃ “હે નરશેષ ! ખચીત જગતમાં તમે જ અભુત છો કે જેમણે દેવની સમાન અધિઓ છોડી ત્યાગને માર્ગ સ્વીકાર્યો. અનંતશકિત, અથાગ-કોઈ કાળે ખૂટે નહિ તેવું બળ છતાં એક તુચ્છમાં તુચ્છ પ્રાણીની પણ તમે કદર્થના સહન કરે છે. મનગમતા ભાવતા ભજન મળવા છતાં આપ આવું કષ્ટદાયક તપ કરી અથાગ સૌંદર્ય કરમાવી રહ્યા છે. રૂપગર્વિતા લલનાઓ આપને જોઈ ભેગને માટે આપની પ્રાર્થના કરતી આપની પાછળ ગાંડી ગાંડી થઈ ફરે છે, છતાં આપ તેની સામે નજર સરખીય કરતા નથી; એ શું એાછું ધર્યું છે? હે નરોત્તમ! તમારા સર્વ કંઈ
આચારવિચાર, ક્રિયા, શક્તિઓ એ બધું લોકોત્તર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com