________________
પ્રકરણ ૧૧ મું.
વૈશબીમાં. વિહાર કરતા કરતા એ મહાપુરૂષ કૌશંબી નગરીમાં આવ્યા. ત્યાં એમણે એ અભિગ્રહ ધારણ કર્યો કે “કોઈ સતી અને સુંદર રાજકુમારી છતાં દાસીપણાને પામેલી હોય, તેના પગમાં લોઢાની બેડી પડી હોય, માથું મુંડન કરાવેલું હોય, ત્રણ દિવસના ઉપવાસવાળી હોય, એક પગ ઉમરાની બહાર અને બીજો પગ અંદર રાખીને ઉભી હેય, રડતી હોય, આંખમાં અશ્રુ હોય એવી સ્થિતિમાં તે રાજકુમારી મને જે અડદ વહોરાવે તે માટે પારણું કરવું અન્યથા ત્યાં સુધી મારે ઉપવાસ છે.” આ કઠણ અભિગ્રહ લઈને એ મહાપુરૂષ પ્રતિદિવસ ભિક્ષા સમયે ભિક્ષાને માટે નગરમાં ઉચ્ચનીચ ગૃહ ફરતા, પરંતુ આ દુષ્કર અભિગ્રહ હોવાથી લેકે અનેક પ્રકારનાં ઉત્તમ ભેજન આ મહાપુરૂષને વહેરાવતા પણ તે લીધા વગર જ તે પાછા ફરતા હતા.
પ્રતિદિવસ આ પ્રમાણે થતું હોવાથી લેકે પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા. “અરે આ મહાપુરૂષ શામાટે ભિક્ષા લેતા નથી? આપણે દિવસમાં કેટલીવાર કુક્ષિભરિ કરીએ છીએ ત્યારે આ મહાત્મા ભિક્ષા વગર, અન્નપાણું વગર તાઢ-તાપ સહન કરતા દિવસો નિર્ગમન કરે છે. પ્રતિદિવસ ભિક્ષા વગર આ મહાત્માને જોઈ નગરના લેકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com