________________
(૭૦)
મહાવીર અને શ્રેણિક આખરે છ-છ માસને અંતે પેલો પ્રતિજ્ઞાબ્રણ, શ્યામ મુખવલ સંગમ સુધમ સભામાં આવી પહોંચે. સંગમને જોઈ ઇંદ્ર અતિરેષ્ટાતુર થઈ સર્વે દેવતાઓને કહ્યું: “અરે! આ પાપી છે, કર્મચંડાળ છે. એનું મુખપણ જેવા ગ્ય નથી. એણે આ મહાપુરૂષને વિડંબના પમાડી મારે માટે અપરાધ કર્યો છે. એને દેવલોકમાંથી બહાર કાઢે.” એમ કહીને શકે જે એક લાત મારી, જેથી ઇદ્રના સુભટોએ તેને દેવસભામાંથી બહાર કાઢ્યો. સર્વ દેવતાઓ એનો તિરસ્કાર કરવા લાગ્યા, દેવતાઓની સ્ત્રીઓ હાથના કરકડા મરડી આક્રોશ કરવા લાગી, કેટલાક એનું હાસ્ય કરવા લાગ્યા.
| સર્વેના તિરસ્કારને સહન કરે તે દેવ પાનક નામના વિમાનમાં બેસી ત્યાંથી મેરૂપર્વતની ચૂલિકા ઉપર ગયે.
એની સ્ત્રીઓ પણ ઈંદ્રની આજ્ઞા પામીને એની પાછળ ગઈ પિતાનું બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય ત્યાં જ પૂર્ણ કરી કરેલા અશુભકર્મોનાં ફેલ ભેગવવાને અન્યગતિમાં તે ચાલ્યો જશે.
સંગમ અભવિ હોવાથી આ મહાપુરૂષનાં દર્શન થવા છતાં પણ એને કંઈ લાભ થયે નહિ, જેથી જ એ મહાપુરૂષની આંખમાંથી અશ્રુનાં બિંદુઓ ટપકયાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com