________________
( ૭૬ )
મહાવીર અને શ્રેણિ
કાઇ શુભ કવશે અને શુભ વિચાર આવ્યા. “ અરે ! આ મારા સામાજિક દેવતાઓ મારૂં અહિત કરનારા તેા નથી, તેમજ એમને અસત્ય ખેલવાનું પણ કાંઈ કારણુ નથી. માના કે તેઓ કહે છે તેવી રીતે શક્ર કદાચ મારા કરતાં અધિક બળવાન હોય, તે પછી તેનાથી પરાજય પામેલા મારે કાને શરણે જવું? કારણ કે કાર્યની ગતિ તા વિષમ હાય છે; માટે એના કરતાં અધિક પરાક્રમીનુ શરણ લેઇ એની સામે યુદ્ધ કરવા જાઉં, ” એમ વિચારી ચમરપતિએ પેાતાના જ્ઞાનરૂપી ચક્ષુથી એવા સમથ પુરૂષનુ અવલેાકન કરવા માંડ્યુ.
""
ખરાખર આ જ સમયે પ્રભુ સંગમસુરના ગમન પૂછી વિહાર કરતા ને જગતની ભૂમિને પાવન કરતા સુસુમારપુર નામના નગરમાં પધાર્યા હતા. ત્યાં અશોકવાટિકામાં અશેક વૃક્ષની નીચે કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભેલા એ નરશ્રેષ્ઠને ચમરપતિએ જોયા. તરતજ ક્ષણમાત્રમાં તે મહાપુરૂષ પાસે આવી, પેાતાના હથિયાર દૂર મૂકી, ત્રણ પ્રદિક્ષણા કરી નમ્યા. એમની સ્તુતિ કરી. “હું ભગવન! હું નરશ્રેષ્ઠ ! આજે તમારૂ ́ શરણુ અંગીકાર કરી મહાદુય એવા શક્રપતિ સાથે યુદ્ધ કરવા જાઉં છું. હું પુરૂષોત્તમ ! તે ગમે તેવા કવચધારી અને બળવાન હશે તે પણ તમારા પ્રભાવથી હું એને ક્ષણમાત્રમાં જીતી લઇશ; કારણ કે એ અહંકારથી મદ્યાન્મત્ત થયેલેા મારા મસ્તક ઉપર પગ રાખીને રહેàા હાવાથી મારા ચિત્તમાં બહુ પીડા થાય છે. માટે કાં તા હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com