________________
(જ).
મહાવીર અને શ્રેણિરે. એવું કદાપિ બન્યું છે કે બની શકે? આપને એ ખાલી ખ્યાલ છે. અમે તે જે સત્ય વસ્તુ છે તે જ આપને કહી છે. આપ તેમ છતાં જે શક્રેન્દ્ર પ્રત્યે વિરોધ કરી તેફાન કરશે તે હસીને પાત્ર થશે.” સામામિક દેવતાઓએ કહ્યું. ' “એ જ તમારી ભયંકર ભૂલ છે. સૂર્યને ઉદય થતાં ખજુઓ કયાં સુધી ટકી શકે છે? કદિ કાગડે હાથીની પીઠ ઉપર બેસી ગયે એથી કાંઈ મહારથી થઈ શકતે. નથી. એ મદોન્મત્ત અત્યારસુધી નિર્વિદને રહ્યો પણ હવે મારે ક્રોધ થતાં તે રહી શકશે નહિ સમજ્યા?”
અરે મહારાજ ! એમનાં તેજ, સૌભાગ્ય, સંપત્તિ, સમૃદ્ધિ અને પરાક્રમ તમારાથી ઘણા અધિક છે. પૂર્વભવના કોઈ અગણિત ઉપાર્જન કરેલા મહાન પુણ્યથી સુધમાં નામે પ્રથમ દેવકના તે પતિ થયેલા છે. તમે તમારા પુણ્ય પ્રમાણે અમારા સ્વામી થયા છો તે એ પુણ્યથી પ્રાપ્ત થયેલા વૈભવેમાં તમારે ઈર્ષ્યા નહિં કરવી જોઈએ. તેમ છતાં કદાચ એમની સામે તમે કોઈ પણ પ્રયત્ન કરશો તે મેઘની આગળ અષ્ટાપદની જેમ તમારા જ અધ:પતનને માટે થશે; માટે હે દેવેન્દ્ર ! શાંત થાઓ, શાંત થાઓ. અમારાથી થતા વિવિધ વિનેદો જોઈ વિલાસમાં– નાટકે જોવામાં તમારે કાલ નિર્ગમન કરો.” પ્રધાન દેવતાઓએ સમજાવવા પ્રયત્ન કર્યો છે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com