________________
અશરણના શરણ.
(૮૧) વજ જેવું ચમરેદ્રની સમીપમાં આવી પહોંચ્યું અને જેવું તેના ઉપર ઘા કરવા જાય છે તેવામાં તે ચમરપતિ કુંથુંઆનું શરીર ધારણ કરી પેલા મહાપુરૂષના બે ચરણની વચમાં ભરાઈ ગયે. વજી એ મહાપુરૂષના ચરણથી ચાર તસુ છેટું રહ્યું એટલામાં સર્પને વાદી પકડે તેમ છે તે વજાને મુષ્ટિથી પકડી લીધું. એ મહાપુરૂષને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી સ્તુતિ કરી. “હે સ્વામી! આ ઉદ્ધત ચમરેંદ્ર આપના પ્રભાવથી મારો પરાભવ કરવા દેવલેક સુધી આવ્યું હતું, તે મારા જાણવામાં નહોતું, જેથી મેં એની પાછળ વા છોડયું એ મારે અપરાધ હે મહાપુરૂષ ક્ષમજે.” એમ કહી ઈશાન દિશાએ જઈ પિતાને રષ ઉતારવાને વામચરણ ત્રણ વાર ભૂમિ ઉપર પછાડ્યો.
તે પછી ચમર પાસે આવી શકેંદ્ર બોલ્યા: “હું ચમર ! તું આ ભગવંતના શરણે આવ્યું તે બહુ સારું કર્યું, અને તેથી વેર તજીને મેં તને છોડી દીધો છે. હવે તું ખુશીથી પાછે તારી ચમચંચા નગરીમાં જઈ તારી સમૃદ્ધિને ભેગવ.” ચમરને આશ્વાસન આપી, એ મહાપુરૂષને નમન-વંદન કરી ઈંદ્ર પોતાને સ્થાનકે ગયા.
સૂર્યાસ્ત થતાં જેમ ઘુવડ પિતાની ગુફામાંથી બહાર નીકળે તેમ ચમરેંદ્ર તે મહાપુરૂષના બે ચરણમાંથી બહાર નીકળે, અને એ નષ્ટને નમી એમની સ્તુતિ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com