________________
પ્રકરણ ૮ મું.
રામનું સ્વપ્ન ભરતને ફળ્યું. “શું જાણે કે હદય ધરતાં, ઘાજ છે લાગવાના, ' શું જાણે કે પ્રીતિ કરતાં, આંસુ છે પાડવાના.”
વિશાખા નગરના રાજગઢના અંતઃપુરમાં આવેલી એક ગુપ્ત સુરંગના મુખ આગળ કઈ નવયૌવન બાળા આતુરતાથી કેઈના આગમનની રાહ જુએ છે. એના મનમાં અત્યારે કંઈ કંઈ વિચારે રમી રહ્યા છે. “આહા! પિતા જ્યારે આ વાત જાણશે ત્યારે શું વિચાર કરશે ? લેકે શું ધારશે ? સગાસંબંધી શું કહેશે? અરે આવી ગુણિયલ બાળા પણ માતાપિતાની રજા વગર અન્યની સાથે ભાગી ગઈ-નાશી ગઈ. મારે માટે લોકે એવા હલકટ વિચારે કરશે? અતુ. ગમે તે કહેતેથી શું? આ સિવાય બીજો કઈ રસ્તે જ નથી. પિતાજીએ જે એમની ઈચ્છાને સત્કાર કર્યો હતો તે આજે આમ ચોરીછુપીથી કાર્ય કરવાનો વખત ન આવત; પણ શું કરીએ ભવિતવ્યતા બળવાન છે. સંસારમાં પતિથી બીજું શું અધિક છે? આજે એ બધું સમજાય છે. જ્યાં સુધી માણસને જે ચીજની જરૂર નથી હોતી ત્યાં લગી તે વસ્તુની કીંમત સમજાતી નથી. જ્યારે ગરજ પડે છે ત્યારે ક્ષુદ્ર વસ્તુ પણ મહત્વની લાગે છે તે પછી જેમની સાથે જીવનને સંપૂર્ણ ભાગ વ્યતીત કરવાનો છે તેવી મહત્વની બાબતેની તે વાત જ શી? દુનિયા ગમે તે કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com