________________
(૬૨)
મહાવીર અને શ્રેણિક અંગ ઢાંકી દીધાં, શ્વાસોશ્વાસ પણ ન લઈ શકે એવી સ્થિતિ કરી; છતાં પણ એ મહાપુરૂષે ધ્યાનની એકતાનતા છેડી નહિ ત્યારે વામુખવાળી કીડીઓ ઉત્પન્ન કરી, ડાંસ ઉત્પન્ન કર્યા, વીંછી ઉત્પન્ન કર્યા, નેળીયા વગેરે ઉત્પન્ન કર્યો ને એ મહાપુરૂષના શરીરને વેદના કરવા લાગ્યા. એ દેવે પિતાની સર્વ શક્તિને વ્યય કરી નાખે, પણ એ મહાપુરૂષે પોતાનું ધ્યાન છોડ્યું નહિ. અનેક પ્રકારના એવા ભિન્ન ભિન્ન ઉપસર્ગ કરવા છતાં એ નરશ્રેષ્ઠ જ્યારે ચલાયમાન થયા નહિ ત્યારે ઉગ્ર કોપાયમાન થઈને પ્રાણનો નાશ કરનારું એક કાળચક ઉત્પન્ન કર્યા. “કારણ કે પ્રાણને નાશ થતાં એનું ધ્યાન આપોઆપ છુટી જશે.” રાવણે જેમ કૈલાસને ઉપાડ્યો તેમ ચક્રને જોરથી ઉપાડી એ નરશ્રેષ્ઠ ઉપર તે દેવે નાખ્યું. સમુદ્રમાં જેમ વડવાનળ અગ્નિ પડે તેમ એ ચક મહાપુરૂષ ઉપર પડતાં એના પ્રહારથી જાનુ સુધી તે પૃથ્વીમાં મગ્ન થઈ ગયા છતાં પણ ધ્યાનથી ચલિત થયા નહિ, મરણ પામ્યા નહિ. જ્યારે સર્વ શક્તિએ અજમાવી ત્યારે સંગમસૂર ભગ્નાશ થઈ ગયે. એના મનમાં થયું કે “ જરૂર શસ્ત્રાથી આ પુરૂષ અગોચર છે, માટે અનુકૂળ ઉપસર્ગથી એને ભ ઉત્પન્ન કરું.”
એમનાં માતાપિતા એમની આગળ પ્રત્યક્ષ થઈ કલ્પાંત કરવા લાગ્યાં“અરે પુત્ર! તેં આ શું દુષ્કર કાર્ય આરહ્યું છે? સાધુપણું છોડને ઘેર ચાલ! કયા દુઃખે તારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com