________________
(૬૦)
મહાવીર અને શ્રેણિક મહાપુરૂષની આવી અચળ સ્થિતિ જોઈ એણે સભામાં દેવેની આગળ હાકલ કરી. “અરે દેવતાઓ! આ મહાપુરૂષની ધ્યાન શ્રેણિ-શકિત અજબ છે. મનુષ્ય તે શું બલ્ક સમર્થ દેવતા પણ એમને ચલાયમાન કરવાને અશકત છે. એવા આ સર્વ શકિતમાન મહાપુરૂષને મારા વંદન છે.”
સંધર્મેશનાં આવાં ભકિતયુકત વચન સકલ સભામાં રહેલા દેવતાઓએ સાંભળ્યા અને એમાં અનુમતિ આપી, છતાં બધાય એક સરખા હોય તેવું તે જગતમાં ભાગ્યે જ બની શકે છે. એક મહાસમર્થ અને શક્તિસંપન્ન સામાનિક દેવતા સધર્મેશ ના વચનની અશ્રદ્ધાકરને બોલ્યોઃ “સુરેંદ્ર! ખચીત એક સામાન્ય સાધુનાં તમે હદથી બેહદ વખાણ કરે છે એ તમારી પ્રભુતા છે. એવા એક મનુષ્યમાત્રને ચલાયમાન કરે એમાં આપણું જેવાને શું મોટી વાત છે? આપણું શક્તિને પ્રભાવ કયાં તમે નથી જાણતા? કે જેથી આવાં ખુશામતનાં વાકય બેલે છે? જેનાં શિખરે આકાશ સાથે વાતો કરી રહ્યાં છે, અને જેનાં મૂળ પાતાળને રૂંધીને રહ્યાં છે એવા સુમેરૂગિરિને પણ એક ઢેફાની માફક જે ભુજાવડે ફેંકી દેવા સમર્થ છે. કુળગિરિ સહિત બધી પૃથ્વીને બોળી દેવાને જેને પ્રગટ વૈભવ છે એવા સાગરને પણ એક કે ગળામાત્રમાં પાન કરી જવાની જેમની તાકાત છે, એવા અતુલ પરાક્રમી દેવતાઓ આગળ એ પામર મનુષ્ય કેણું માત્ર છે? હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com