________________
વિડંબના.
(૬૫) વાળા પુરૂષને ધ્યાનભ્રષ્ટ કરે. એની આગળ સંગીત, નાટારંગ, હાવભાવ, ભૂભંગ વગેરે તમારી ચતુરાઈથી એનું મન વશ કરે. એને કામદેવને સેવક બનાવો. શરીરની અનેક ચેષ્ટાઓ, ભાવે એની આગળ પ્રગટ કરી એનું મન લેભા. કામદેવને ઉત્પન્ન કરનારી ષ હતુઓ ઉત્પન્ન કરી તમારી કળા તમે સાર્થક કરે ! જાઓ, મારી આજ્ઞા સિદ્ધ કરી મને પાછી સોંપે ” દેવબાળાઓ સંગમની આજ્ઞા પામીને એ મહાપુરૂષની આગળ આવી. એક સાથે કામદેવની ષડુ જતુઓ ઉત્પન્ન કરી, સંગીત, નાટારંભ શરૂ કર્યું. એ હાવભાવે, એ ભૂપ્રક્ષેપ, એ અભિનયે, સ્ત્રીઓની કળાઓથી પૂર્ણ હતાં. તેમાંય આ દેવબાળાઓ ! એમના સંદર્યમાં, રમણીય અભિનમાં, હાવભાવભર્યા વિલાસ સર્વેચ અપૂર્વ હતાં. એ દેવબાળાઓએ પૂર્વે અનેક ત્રાષિમહર્ષિઓનાં તપ પોતાની કળામાં લેભાવી ભંગ કર્યા હતાં, અનેક મહર્ષિઓને પિતાના સંદર્યમાં લુબ્ધ બનાવી કામદેવના સેવક બનાવ્યા હતા. અરે ! એક હાડ-માંસ અને મળ-મૂત્રની ભરેલી છતાં ઉપરથી સુંદર દેખાતી મનુષ–સ્ત્રીના હાવભામાં સમર્થો પણ ગબડી પડ્યા છે તે પછી શુદ્ધ અને દિવ્ય અંગવાળી, હંમેશ નવીન યૌવનવાળી દેવબાળાએના વિલાસ આગળ પુરૂષ ટકી શકે ?
એ મહાપુરૂષનું ધ્યાન ભંગ કરવાને દેવબાળાઓએ પિતાના વિલાસો છેડી મૂક્યા, કામદેવને ઉત્પન્ન કરનારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com