________________
(૨૪)
મહાવીર અને શ્રેણિક. સંગમની આવી વાજાળ છતાં એ મહાસત્તાધારી પુરૂષ મૌન રહ્યા. એમને તે એનાં વાકયે સાંભળવાનીય ફુરસદ નહતી. ધ્યાનની એકતાનમાં જ એમની ચિત્તવૃત્તિ હતી. તેમની મૌનતા જોઈ સંગમ ફરી બોલ્યા: “અરે જે તમારી ઈચ્છા હોય તે જ્યાં ઈચ્છામાત્રથી બધા મને રથ પૂર્ણ થાય છે એવા સ્વર્ગલોકમાં તમને આ દેહથી જ લઈ જાઉં અથવા તે સર્વ કર્મોથી મુક્ત અને જ્યાં એકાંત પરમાનંદમય સુખ રહેલું છે એવા મેક્ષમાં તમને લઈ જાઉં. હે મહામતે ! શા માટે આવું દુષ્કર તપ કરો છો? તમારા તપથી હવે સયું. તમારા તપનું ફળ તમને આપવાને તમારા ભાગ્યને જ હું અહીયાં આવ્યો છું. કહે તે મોટા મોટા મંડલેશ્વરો જેમનાં ચરણોમાં મસ્તક નમાવી રહ્યા છે, એવું જગતનું ચક્રવતી પણાનું સામ્રાજ્ય આપું. કહે, કહે, હે મહાપુરૂષ ! હે પુરૂષષ તમને શું આપું ? તમારી શી ઈચ્છા છે?” સંગમની આટલી બધી વાકચાતુર્યતા છતાં એ મહાપુરૂષ તા ધ્યાનમાં જ મગ્ન રહ્યા.
આ દાવમાં પણ નિષ્ફળ જવાથી સંગમે છેલ્લામાં છેલ્લે એક પ્રયત્ન કરી જેવા ઈચ્છા કરી કે જે પ્રયત્નથી ગમે તેવા પણ ચલાયમાન થઈ જાય. એ પ્રયત્નથી દુનિયામાં ઘણું કામ થયાં હશે ને કંઈક કાર્યો એ ઉપાયથી સિદ્ધ, થાય છે. તે દાવ અથવા તે પ્રયત્ન તે આ જ !
સંગમે મને હર દેવકુમારીઓ ઉત્પન્ન કરી તેમને આજ્ઞા કરી: “બાળાઓ! જાવ ! આ ધ્યાનમાં એક ચિત્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com