________________
(૫૬)
મહાવીર અને શ્રેણિક. મહત્યપૂર્વક ચલ્લણા સાથે ગાંધર્વવિધિએ લગ્ન કર્યા. પોતાની સર્વે રાણીઓમાં ચેલણને પટ્ટરાણી પદે સ્થાપના કરી.
પોતાના બત્રીશ અંગરક્ષક અને સુલસા શ્રાવિકાના પુત્રો એકસાથે મૃત્યુ પામવાથી પિતાને પણ ઘણે ખેદ થયો. સુલસા શ્રાવિકા અને નાગ સારથિ પુત્રના શોકથી ક૯પાંત કરવા લાગ્યા. તેમને ઘેરે જઈ શ્રેણિક અને અભયકુમારે દિલાસે આપી શાંત કર્યા.
એ વણિકના સ્વરૂપમાં રહેલા અભયકુમારની યુક્તિથી મગધરાજનું કાર્ય સહેજે ફળીભૂત થયું. બળથી જે કાર્ય થઈ ન શકયું તે કળથી થયું. સુરગના દ્વાર પાસે ઉભેલી સુજેષ્ઠા એ બધા આ અભયકુમારની યુક્તિને જ પ્રભાવ હતે; કેમકે સુજેકા પાસેથી ચિત્રપટ લઈને દાસી જ્યારે પેલા વણિકને આપવા ગઈ તે વખતે પોતાની બાઈની સ્થિતિ કહી સંભળાવી અને કેઈ પણ રીતે બન્ને એકત્ર થાય એ માટે કંઈપણ ઉપાય કરવાની દાસીએ વણિકના સ્વરૂપમાં રહેલા અભયકુમારને સૂચના કરી. અભયકુમારને તે એટલું જ જોઈતું હતું. એણે રાજગૃહથી વિશાખાના રાજદરબારના અંત:પુર સુધી એક મેટી સુરંગ કરાવી. એમ ગુપ્તતાથી એ કાર્ય થયું કે જેની કોઈને ખબર પણ પડી નહિ. સુરગ તૈયાર થતાં બન્નેના મેળાપનો એક દિવસ અભયકુમારે મુકરર કર્યો. એ મુકરર કરેલ સમયે સુજેષ્ઠા શ્રેણિકનરપતિની રાહ જોતી સુરંગના દ્વાર આગળ ઉભી હતી, છતાં એ આશાભરેલી સુરેકાના મનના મનોરથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com