________________
જ કિમતા માર્ગ અગર
જબરૂં છે
(૫૪)
મહાવીર અને શ્રેણિક. તેમના અંગરક્ષકેએ તેમને અટકાવ્યા: “મહારાજ! આપ નગર ભેગા થઈ જાવ. અમે એને જવાબ આપવાને તૈયાર છીએ. અમે એનો માર્ગ શકીએ છીએ એ દરમિયાન આપ સહિસલામત નગરમાં પહોંચી શકશે માટે આપ જલદી પધારે.”
શ્રેણિક મહારાજ રથમાં બેસી આગળ ચાલ્યા. પેલા અંગરક્ષકો વિરંગકનો માર્ગ રેકી એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સુરંગમાં વીરંગક અને અંગરક્ષકે કે જે સુલસા શ્રાવિકાના બત્રીશ પુત્ર હતા એમની સાથે જબરૂં યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં વીરંગકે કોલ કરીને સુલતાના એ બત્રીશે પુત્રોને મારી નાખ્યા. એમના બત્રીશે રથો દૂર કરવામાં વીરંગકનો કેટલોક સમય પસાર થયે એ અરસામાં શ્રેણિક સહિસલામત સુરંગ બહાર નીકળી જઈ પિતાના નગરમાં પહોંચી ગયા.
વીરંગકે પાછા ફરી ચેટકનરપતિને સમાચાર આપ્યા કે “શ્રેણિકના બત્રીશે અંગરક્ષકોને મેં મારી નાખ્યા છે પણ સુરંગમાં વિશેષ જગ્યા ન હોવાથી એ રથ દૂર કરતાં વાર થઈ એ સમયમાં શ્રેણિક આપની કુમારીને લઈને છટકી ગર્યો છે. હવે તે નિરૂપાય !”
શત્રુના સુભટને માર્યા એ હર્ષ અને પુત્રીના હરણને શોક એમ કંઈક હર્ષ અને કંઈક શોથ્રી ચેટકનરપતિએ એ સમાચાર સાંભળ્યા. સુજેઠાએ પણ આ સમાચાર જાણીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com