________________
રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.
(૫૭) મનમાં જ સમાઈ ગયા અને અણધારી રીતે ચેલણા ફતેહ મેળવી ગઈ એ બધા કર્મરૂપી નટના ખેલ છે. ચેલણાએ પતિપ્રેમથી પ્રતિજ્ઞા સફળ કરી ને સુજેષાએ દીક્ષા લઈને પિતાની પ્રતિજ્ઞા સાર્થક કરી. રામનું સ્વપ્ન ભરતને ફળ્યું એ મુજબ સુકા જે પતિ મેળવવાને રાત્રિદિવસ આતુર હતી તે પતિ સ્વાભાવિક રીતે ભાગ્યયોગે ચેલણાને મળી ગયે. શ્રેણિક નરપતિ જે પતિ મેળવી ચલણા સુખી થઈને દેવતાની માફક તેઓ મનુષ્યભવમાં સુખ જોગવવા લાગ્યા.
જો કે શ્રેણિક મહારાજને બુધધર્મને રંગ લાગેલું હતું ને ચેલણ હતી પરમ શ્રાવિકા! છતાં એકબીજાના ધર્મમાં આડા આવી તેઓ પોતાને સંસાર બગાડે એવા નાદાન ન હતા. બન્ને પિતપોતાનાં ધર્મમાં ચુસ્ત હતાં. બંને એકબીજાને પોતપોતાના ધર્મમાં આકર્ષવાને કોઈ અનુકૂળ સમયની રાહ જોતા હતાં. એમાં વિધિ કેને સહાય કરશે? એ તે આગળ જવાનું, પણ આખરે જે સત્ય હશે તે જરૂર ફાવશે એ વાત તે નિસંદેહ સત્ય છે. બન્ને ધર્મોમાં જે સત્ય હશે તેને આખરે વિજય જ છે અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com