________________
(૪૮ )
મહાવીર અને અણુિક.
t
છું ? એમના હૃદય ઊપર શ્રીવત્સનુ લછન છે છતાં અલકારનું નામ નથી. મસ્તક ઉપર સુગુટનુ ચિન્હ હતું છતાં કાંઇ મુગુટ ન હતા. બન્ને ભુજાએ ચક્રાદિકના લાંછનયુક્ત હતી પણ વસ્તુ કે અલંકારથી રહિત હતી. બન્ને હાથ જો કે શેષનાગની જેવા વિસ્તીર્ગુ હતા ” ખીજા સર્વ લક્ષણૢાપેતયુક્ત આ પુરૂષ જણાયા છતાં એ એકાકી અને ભિક્ષુક હાલત જોઇ પેલા સામુદ્રિક પુષ્પ ફરી વિચાર કરવા લાગ્યા: “ આવા લક્ષણેાવાળા પુરૂષ પણ આવી ભિક્ષુક હાલતમાં છે ત્યારે ખચીત મને લાગે છે કે શાસ્ત્રના બનાવનાર કોઇ અવિચારી પુરૂષ જણાય છે. મને આશ્ચર્ય થાય છે કે આવા ખાટા શાસ્ત્રો એમણે શા માટે રચ્યા હશે ? જગતને ઠગવારૂપ તેના પ્રયત્નને તે આજસુધી શ્રમપૂર્વક આવી વિદ્યા ભણુનાર મારા જેવા પુરૂષને ધિક્કાર છે કે મરૂભૂમિમાં ઝાંઝવાનાં જળ જોઈ જેમ મૃગ દોડે તેમ આ પુરૂષની પાછળ હું દોડીને આવ્યે ” ઇત્યાદિક વિચાર કરતા તે મહા ખેદ કરવા લાગ્યા.
શાસ્ત્રને દૂષણ આપતા અને પોતાના પરિશ્રમને ધિક્કારતા એ પુષ્પ નિમિત્તિઓ પાછા ફર્યાં. એટલામાં એક મહાન્ સમૃદ્ધિવંત ચક્રવર્તી સમાન ઋધ્ધિ, વેલવ અને ઠકુરાઇવાળા પુરૂષને પરિવાર સહિત પેલા ત્યાગી નરશ્રેષ્ઠને પગે પડતાં જોયા. પેલે સામુદ્રિક વિચારમાં પડયા “ અરે ! હું આ શું જોઉં છું ? ” તે પાછા ફરી પેલા નવીન પુરૂષ પાસે આવ્યો. આન્ધ્ર યુકત આ દૃશ્ય જોવા લાગ્યા. “કેમ શુ વિચાર કરે છે ? ” પેલા આગંતુક પુરૂષ કહ્યું, પ્રત્યુત્તરમાં પુષ્પ સર્વ વાત કહી સંભળાવી,
“
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com