________________
( ૪૬ )
મહાવીર અને શ્રેણિક
અમારી અલ્પ બુદ્ધિ એનું માપ ન કાઢી શકે. કયાં આપ ? કયાં અમે ? કયાં કુંજર અને કયાં કીડી ? કયાં રાજા ને કયાં રક ? ” રાજાએ નરશ્રેષ્ઠની પૂજા સ્તવના કરી પાતાના આવાસભુવન તરફ ચાલ્યેા. અન્ય લેકે પણ દર્શોન કરીને પાતપાતાને મકાને ગયા. પ્રતિમાધારી કાઉસગ્ગમુદ્રાએ રહેલા એ નરશ્રેષ્ઠ રાત્રીએ પણ ત્યાં જ રહ્યા.
પરદેશી રાજા નાસ્તિકના શિશ્ચમણિ હતા. જીવહિંસા, મિથ્યાત્વ વગેરે અનેક કટુક વિચારાથી એ ગ્રસ્ત હતા. પુણ્યના શુભ ઋણાનુબંધે પરદેશી રાજાને પાર્શ્વનાથ ભગવાનના ગણધર કેશીકુમાર ગણધરના મેલાપ થયેા. એમણે અનેક દ્રષ્ટાંતાથી પ્રતિખાધ આપી રાજાને ધર્મના રંગ લગાડ્યો. જીવાજીવાદિકનું સ્વરૂપ સમજાવ્યું, અને જે જીવની મુલ અસ્તિત્વતા સ્વીકારતા ન હતા અને જીવના સિધ્ધાંત સમજાન્યેા. પરદેશી રાજાને ગળે તે વાત ઉતરી અને કેશીકુમાર ગણધરના એ ભકત બન્યા. તે સાથે જૈનધર્મમાં પણ સ્થિર થયા. એવી રીતે ભવિતવ્યતાને ચેાગે નરકના અતિથિઓ પણ સ્વર્ગની સેાહામણી વાટે ચાલ્યા જાય છે; ત્યારે કેટલાકના કાંઠે આવેલા વહાણ અંધકારની ગહન ગોંમાં નીચે ગબડી પડે છે કે જે ઘણા સમય સુધી પાછા ઉંચે આવી શકતા નથી.
એ નરશ્રેષ્ઠ શ્વેતાંખી નગરીથી આગળ ચાલ્યા. એમને વિચાર થયો કે—“ હજી જ્યાં સુધી દુષ્કર્મ અસ્તિત્વમાં છે ત્યાં લગી કાર્યસિદ્ધિ થવાની થવાની નથી, માટે દુષ્કર્મોના નાથને માટે અનાર્ય ભૂમિ તરફ ગમન કરવું જોઇએ; કારણ કે કષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com