________________
(૪૪)
મહાવીર અને શ્રેણિક. મારી રહ્યા હતા, કેઈ નામના માટે મથી રહ્યા હતાં, સ્ત્રીના લાલચુઓ સ્ત્રી મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે આ મહાપુરૂષનું લક્ષ્ય તદન જુદું જ હતું. એમનાં અંતરચક્ષુ ઉઘડી ગયાં હતાં. જ્ઞાનરૂપી દિવ્ય ચક્ષુઓથી સંસારનું સ્વરૂપ નિહાળી કેઈ અણમોલ વસ્તુ મેળવવાને તે પ્રયાસ કરી રહ્યા હતા.
એ મહાપુરૂષ નગરની બહાર પ્રતિમા ધારણ કરીને રહ્યા. સ્થાનથી એક સ્થાનકે, મૌનથી અને ધ્યાનથી કાયા ઉપરનું મમત્વ છોડી અંતરદષ્ટિથી કોઈ અણમોલ ખજાને શેધી રહ્યા હતા. એ અણમોલ ખજાને પ્રાપ્ત કરવા માટે એમણે સંસારની મોહમાયા, રાજઋદ્ધિ, ગોપગ સર્વે તજ્યા હતા, માતાપિતા, સ્ત્રી, ભાઈ આદિનાં સ્નેહબંધને એમણે તેડયાં હતાં, તેમજ સગાં-કુટુંબ આદિ બહેને પરિવાર પણ એમણે તરછોડ્યો હતે. દુનિયા જેને માટે રાત્રિદિવસ પ્રયાસ કરી મનુષ્ય જીવન કલેશિત કરી નાખે છે એ સર્વ એમણે છેડ્યું હતું. સ્ત્રી, ભાઈ, માતા, પિતા, પરિવાર, ધન, દોલત, વૈભવ, ઠકુરાઈમાં એ મહાપુરૂષે જરાય સુખ ન જોયું. કાર્યની સિદ્ધિ-જીવનનું ધ્યેય એમાં લગારે ન દેખાયું. કાર્યની સિદ્ધિ મેળવવા-મનુષ્ય જીવનનું ઉચ્ચ લક્ષ પ્રાપ્ત કરવા એમણે એ બધું છોડી દીધુ. તપ કરવામાં, બ્રહ્મચર્ય પાળવામાં, ત્યાગમાં, આત્મધ્યાનમાં જ એમને કાર્યસિદ્ધિને ભાસ થયે. એમાં જ એમણે અપૂર્વ સુખ જોયું. સંસારમાં તે આધિ, વ્યાધિ અને. ઉપાધિ સિવાય બીજું તે શું હોય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com