________________
(૩૮)
મહાવીર અને શ્રેણિક. કોણ હતા? ને અત્યારે ક્રોધથી કષી સ્થિતિ પામ્યો છે તે યાદ કર. ”
એ મહાપુરૂષનાં અમૃતમય વચન શ્રવણ કરતાં સર્પ વિચાર કરવા લાગ્યું. “એ મહાપુરૂષ ખચીત કઈ મહાન પુરૂષ છે, ત્યાગી-વીતરાગી છે. એમણે શું કહ્યું? આટલી બધી મેં એમની કદર્થના-વિડંબના કરી છતાં મારી ઉપર કરૂણા કરી જાણે મારી ઉપર કાંઈ ઉપકાર કરવા માગે છે. અને એમની દષ્ટિમાં જરાપણું વિકાર છે? કેવી નેહભીની દયાપૂર્ણ છે, સમર્થ છે, શક્તિસંપન્ન છે એ તે મારા પરિશ્રમથી જ જોવાઈ ગયું. મારી એક જ દષ્ટિમાં ગમે તે પુરૂષ દગ્ધ થઈ જાય તે આટલી બધી મારી શક્તિને ઉપગ કરવા છતાં એ મહા પુરૂષને એની કંઈપણ અસર થઈ નહિ, એ જ એનું પરાક્રમ સૂચવે છે. છતાં મારી ઉપરની કૃપાને લઈને મારી બધી વિટંબના એમણે સહન કરી. ખચીત, સમર્થ પુરૂષોમાં ક્ષમા એ કોઈ અજબ વસ્તુ છે. એમણે મને શું કહ્યું? “સમજી સમજ! તુ કેણ હતા? આજે કયાં છે? કયી સ્થિતિમાં છે ?”
“એ મહાપુરૂષનાં શબ્દો કેવા મીઠાશથી ભરેલા છે? હું કોણ છું? હું તે સર્પ વળી તેય દષ્ટિવિષ સર્પ. એક દષ્ટિમાત્રમાં સર્વને બાળી ભસ્મ કરી દઉં, એવો મહાન, ઉગ્ર, ભયંકર સર્ષ. શું હું સર્પ છું? નહિ, આ મહાન પુરૂષે જે જે શબ્દો કહ્યા એમાં કંઈક ભેદ છે. શું ભેદ છે? એ તે કાંઈ
સમજી શકાતું નથી.” પોતાની દષ્ટિ સન્મુખ ઉભેલા સુરમ્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com