________________
પોપકારને માટે.
(૩૭) કાંઈ અસર થઈ નહિ. ક્રોધથી ધમધમતો અને અપમાનને નહિ સહન કરતએ સર્પ એકદમ એ મહાપુરૂષની ઉપર ધસી આ અને સૂર્યની સામે દૃષ્ટિ કરી વિશેષ વાળાઓ છેડવી શરૂ કરી. છતાં મેરૂની માફક અડગ ઉભેલા આ મહાપુરૂષને જોઈ વિશેષ ક્રૂરતા ધારણ કરતા તે એ મહાપુરૂષના ચરણુકમળને ડંખે, અને દૂર ખસી ગયે. વારંવાર એ મહાપુરૂષને કરડીને દૂર ખસી જતે કે એના પડવાથી રખેને પિતે દબાઈ જાય." ઘણુવાર ડંસ દેવા છતાં આ પુરૂષને અડગ ઉભેલા જોઈએ સર્ષ આશ્ચર્ય પામ્યું ને આ અજબ માણસ તરફ વારંવાર જેવા લાગ્યા. “આ શું ? આટલું આટલું બળ અજમાવવા છતાં આ પુરૂષ પરાભવ કેમ પામતો નથી? એની જીવનલીલા કેમ પૂરી થતી નથી?” એટલામાં પોતે ડંખ મારેલી જગ્યા તરફ એની નજર ગઈ તો ત્યાંથી દૂધની ધારા વહી રહેલી એની નજરે પડી. “અહા ! આ શું ? મનુષ્યના શરીરમાંથી રૂધિરને બદલે દૂધ નીકળે એ તે નવાઈ! ત્યારે આ કેણ?” એનાં નેત્ર સ્તબ્ધ થઈ ગયાં, ગાત્ર શિથિલ થઈ ગયાં, એને ક્રોધ, ગર્વ બધાં અદશ્ય થયાં, એના જીવનમાં અજબ ફરફેર થયો. એક માણસ પોતાની સર્વશક્તિ અજમાવવા છતાં જ્યારે નાસીપાસ-હતાશ થાય છે એ વિલખો થએલ તે સપ્ટેએ મહાપુરૂષને વારંવાર જોવા લાગ્યા. .
મદરહિત થએલો એ સર્પ જ્યારે તવન શાંત થઈ ગયે ત્યારે એ મહાપુરૂષે એની તરફ કરૂણાની અમૃતમય નજર ફેંકી: “ચંડકાશિક ! કેમ મુંઝાય છે? સમજ! સમજ ! તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com