________________
( ૩૪ )
મહાવીર અને શ્રેણિક
જમવાને લાકા પ્રાથના કરતા; પણ એ ત્યાગી પુરૂષ કશાની પરવા કરતા નહિ. તે તેા પેાતાના આત્મધ્યાનમાં જ મગ્ન રહેતા. જગત જ્યારે માહરૂપી નિદ્રામાં નિરંતર પોઢેલું હતુ ત્યારે એ મહાપુરૂષ એ મેહ-નિદ્રા ત્યાગી જાગૃત થયા હતા. લેાકેા એમને ઘણું ય પૂછતા, એમને ખેલાવવાને ઘણા ય પ્રયત્ન કરતા; પણ એ મહાપુરૂષ માનવ્રત ધારણ કરી જગતના પરિચયથી હુંમેશાં દૂર રહેતા હતા. એમને જોઇ લેાકેાના મનમાં અનેક સંકલ્પવિકલ્પ થયા કરતા: ઃ અહા ! કેવા રૂપાળા છે ? . સાભાગ્યના ભંડાર છે છતાં કયા દુ:ખે એમણે સંસાર તજ્ગ્યા હશે? આવી નાની વયમાં કેવા અપૂર્વ વૈરાગ્ય ! સંસારની ઉદાસીનતારૂપ વૈરાગ્ય ભાવનાથી જ એમનુ હૈયુ ભરેલું છે. અરે! કયા દુ:ખે એમને આવા વૈરાગ્ય આવ્યે હુશે?”
જગતની પાતાની તરફ અખૂટ ભક્તિ, પૂજ્યભાવના છતાં એ મહાપુરૂષને એની જરા પણ દરકાર નહેાતી. જે વસ્તુ મેળવવાને એમણે સંસાર તન્મ્યા હતા તે વસ્તુ પ્રાપ્ત કરવા તરફ્ જ એમનું લક્ષ્ય હતું. સંસારના એ મેહમાયાનાં બંધના તરફ એમના જરાય સદ્ભાવ નહેતા. વસ્તુસ્વરૂપના જ્ઞાતા હાવાથી એમને વિશેષ સમજવાની જરૂર નહાતી; તેથી જ જગતની એમની તરફે અનુપમ શક્તિ છતાં એમને તેમની તરફ પક્ષપાત નહાતા-અથવા તા કોઇ ઉપસર્ગ કરે, દુ:ખ આપે કે સુખેથી કટુવચન કહી પાતાની દુજનતા દાખવે છતાં એની તરફ અણુગમા નહેાતા. આવી રાગ-દ્વેષ રહિત મધ્યસ્થસ્થિતિ જેવા ઉચ્ચ સ્થાનકે બીરાજમાન આ મહાપુરૂષનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com