________________
પરાકારને માટે
( ૩૩ )
પ્રકરણ ૬ હું.
પાપકારને માટે.
શ્વેતાંખી નગરીની દિશા તરફ પ્રયાણ કરી રહેલા એક ત્યાગી પુરૂષ તરફ હવે આપણું ધ્યાન આકર્ષાય છે. દેખાવે જગતમાં જેની કાઈપણ જોડી નથી એવા સૌભાગ્યના નિધિ છતાં આ પુરૂષ પાસે વસ્ત્રનું પણ ઠેકાણું નહતુ. પોતે એકાકી છતાં નિરભિમાન અને નિર્ભયતાથી જંગલના માર્ગ તે પુરૂષ નધન કરી રહ્યા હતા. બાહ્યતાથી જોતાં આ ત્યાગી પુરૂષ એક સામાન્ય ભિક્ષુક જેવા જાતા, છતાં આંતરિક ઋદ્ધિસમૃદ્ધિના એ નિધાન હતા. અનંત આત્મસમૃદ્ધિ પ્રગટ કરવાને સસારનાં મધના એમણે તળ્યાં હતાં, અસંખ્ય જીવેાના ઉપકાર માટે સંસારના ત્યાગ કરી, જગતની માહમાયાને છંડી કોઇ અપૂર્વ ઋદ્ધિ મેળવવાને ભગીરથ પ્રયાસ કરી રહ્યા હતા. વજ્રપાત્રનું ઠેકાણું નહાતુ, ખાવાપીવાની એ મહાપુરૂષને પરવા નહેાતી. જ્યાં જ્યાં `એ મહાન્ પુરૂષનાં પગલાં થતાં ત્યાંથી ટાઢા એમના સાંદય થી આકર્ષાઇ ધન આપતા, આભૂષણા આપતા, રાજાએ પાતાનુ રાજ્ય એમના ચરણામાં સમપતા હતા, અનેક મેવા, મીઠાઇ, પકવાન્ન વગેરે રસવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com