________________
આ વાવ છે.
(a) પ્રયોગવીરોનાં જીવન રહસ્યરૂપ ધર્મકથાનું યોગ. (b) કર્મતંત્ર રહસ્યરૂપ કરણાનુયોગ. (c) સદાચાર વિધાનરૂપ ચરણાનુયોગ અને (d) વિશ્વ પદાર્થ રહસ્યરૂપ દ્રવ્યાનુયોગ. પરમાર્થ રહસ્યને પામવા માટે આ ચારે અનુયોગોનો આશ્રયપૂર્વક સ્વાધ્યાય કરવો જોઈએ. (૫) જિનવાણીમાં, અનેક શાસ્ત્રોનો સંગ્રહ છે. ચાર અનુયોગોમાં તે વહેંચાયેલો છે, જેને ચાર વેદ પણ કહેવાય છે. (૧)પ્રથમાનુયોગ, પ્રથમ અવસ્થામાં, અલ્પ જ્ઞાનવાળા શિષ્યોને તત્ત્વજ્ઞાનની રુચિ કરાવવા, જે સમર્થ થાય તેને પ્રથમાનુયોગ કહે છે. તેમાં જે મહાન પુરુષો અથવા સ્ત્રીઓએ ધર્મને ધારણ કરી, આત્માની ઉન્નતિ સાધ્ય કરી છે, તેમનાં જીવનચરિત્ર હોય છે. જેને પાપ કરવાથી ઘણાં દુઃખની પ્રાપ્તિ થઈ હોય, અને પુણ્ય કરવાથી સુખ-સાતાકારી સાધનોની પ્રાપ્તિ થઈ હોય, એવાં ચરિત્રોનું પણ તેમાં કથન હોય છે. આ પ્રકારનાં વર્ણનો વાંચવાથી, બુદ્ધિ ઉપર એવી છાપ પડે છે કે, આપણે પણ ધર્મનાં સાધનો કરીને, આપણું આત્મહિત સાધવું યોગ્ય
સહકારી છે, કર્મ પુલની સંગતિથી જીવના, સઘળા વ્યવહારનૃત્યનું દિગ્દર્શન, આ અનુયોગથી થાય છે. (૩) ત્રીજો અનુયોગ, ચરણાનુયોગ છે=મન, વચન, કાયાને સ્થિર કરવા માટે, સ્વરૂપાચરણ નિશ્ચયચારિત્ર પ્રાપ્ત કરવા માટે, જે જે વ્યવહારચારિત્રની આવશ્યકતા છે, તે સર્વ આ અનુયોગમાં બતાવ્યું છે. સાધુનું ચારિત્ર, ગૃહસ્થ શ્રાવકનું ચારિત્ર, એ સર્વ વિસ્તારપૂર્વક એવી રીતે બતાવ્યું છે, કે દરેક સ્થિતિના માનવ પોતાની યોગ્યતા અનુસાર, તેનું આચરણ કરી શકે, સહજ સુખનું કરતાં છતાં, રાજકર્તવ્ય, દેશરક્ષાકર્મ, વાણિજ્ય કર્મ, કૃષિકર્મ, શિલ્પકર્મ આદિ, ગૃહસ્થને યોગ્ય આવશ્યક કર્મ પણ, કરી શકે અને દેશપરદેશમાં નાના પ્રકારનાં વાહન દ્વારા, મુસાફરી કરી શકે, એમ ભૌતિક ઉન્નતિ સર્વ પ્રકારની ન્યાયપૂર્વક કરતાં છતાં, સહેજ સુખનું સાધન કરી શકાય. જેમ જેમ વૈરાગ્ય વધતો જાય, તેમ તેમ ચારિત્ર અધિક પાળી શકાય, અને અધિક અધિક આત્મધ્યાનની ઉન્નતિ કરી શકાય. (૪) ચોથો અનુયોગ, દ્રવ્યાનુયોગ છે=એમાં છ દ્રવ્યો, પાંચ અસ્તિકાય,
સાત તત્ત્વ અને નવ પદાર્થોનું, વ્યવહારનયથી પર્યાયરૂપ તથા નિશ્ચયનયથી, દ્રવ્યરૂપ કથન છે. એમાં શુદ્ધાત્માનુભવની રીતિઓ બતાવી છે. જીવનમુક્ત દશાનાં સાધનો બતાવ્યાં છે, અને અતીન્દ્રિય સહજ સુખની પ્રાપ્તિનો, સાક્ષાત્ ઉપાય બતાવ્યો છે. આ ચાર અનુયોગોનાં શાસ્ત્રોનો, નિત્યપ્રતિ યથાસંભવ અભ્યાસ કરવો, તે
વ્યવહાર સમ્યજ્ઞાનનું સેવન છે. અન્યોન્ય એકબીજામાં. (૨) પરસ્પર. (૩) પરસ્પર બંધ યોગ્ય (સ્પર્શી). એક
અંગ વિકળ છે અર્થાત્ બંધયોગ્ય બે અંગોમાંથી એક અંગ ખામીવાળું છે -
સ્પર્શગુણ વિનાનું હોવાથી બંધની યોગ્યતાવાળું નથી. અન્યોન્ય અગાહન :વિશિષ્ટ શક્તિ સહિત, એકોત્રાવગાહ સંબંધ. અન્યોન્યવૃત્તિ એકબીજાના આશ્રયે નભવું તે; એક બીજાના આધારે ટકવું તે;
એક બીજાને લીધે હયાત રહેવું તે.
(૨) બીજો અનુયોગ કરુણાનુયોગ છે એમાં ચાર ગતિનું સ્વરૂપ, તથા
લોકનું સ્વરૂપ બતાવ્યું છે. જીવોને અવસ્થાના ભેદ, ગુણસ્થાન અને માર્ગણા સ્થાનોનું કથન તથા કર્મોનો બંધ, ઉદય, સત્તા આદિનું નિરૂપણ છે. આત્માની અવસ્થાઓ, કર્મના સંયોગથી ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે તે સર્વ હિસાબ તેમાં બતાવ્યો છે. અધ્યાત્મજ્ઞાન, માટે આ જ્ઞાનની બહુ આવશ્યકતા છે. જે ગુણસ્થાનકોને સમજે તે જ બરાબર જાણી શકે કે, સમ્યગ્દષ્ટિ કઈ અપેક્ષાએ બંધક અને કઈ અપેક્ષાએ અબંધક છે, તથા કર્મબંધ, કયા ગુણ સ્થાનક સુધી હોય છે, અને કર્મોની અવસ્થા કેવી રીતે બદલી શકાય છે. આ આત્મજ્ઞાનને બહુ