________________
સ્વાધ્યા૦ ગ્રન્થસંદેહ
एकवण द्विवर्ण च, त्रिवर्णं तुर्यवर्णकम् । पञ्चवर्णं महावर्ण, सपरं च परापरम् ॥१७॥ અનુભવ કરનાર માટે રસવાળું છતાં શૃંગાર વિગેરે કે મધુર વિગેરે બાહ્ય રસોના અભાવે રસ રહિત છે, સર્વજીથી પર છે, વળી એક અવગાહનામાં અનંત સિદ્ધ ભેગા રહેતા હોવાથી ભાવિ નયની અપેક્ષાએ “પરથી અપર એટલે એક સ્વરૂપ છે, “પર” એટલે પુદ્દગલ દ્રવ્યથી સર્વથા રહિત હોવાથી પરાતીત છે અને “પરંપર” એટલે ગુણસ્થાનકના કમે અથવા સમ્યગદર્શન, જ્ઞાન, અને ચારિત્ર, એ ગુણેના ક્રમે “પર” એટલે ઉત્તમ બનેલું છતાં તે કમથી અપર છે એમ “પરંપર પરાપર છે. (૧૬)
દરેક તીર્થકરમાં પંચપરમેષ્ઠિ રહેલા છે માટે અરિહંતરૂપે એક શ્વેત વર્ણવાળું, અરિહંત-સિદ્ધ બે રૂપે તરક્ત બે વર્ણવાળું, અરિહંત-સિદ્ધ-આચાર્ય ત્રણ પદેના ત–રક્ત અને પીત-એમ ત્રણ વર્ણવાળું, તેમાં ઉપાધ્યાયપદ મેળવતાં ત–રક્ત–પીત–લીલ એમ ચાર વર્ણવાળું અને સાધુપદ મેળવતાં શ્વેત-રક્તપીતલીલ અને કૃષ્ણ એમ પાંચ વર્ણવાળું છે, ચોવીસ
* અરિહંત પણની અદ્ધિ ભોગવવાથી અરિહંત, જ્ઞાનાદિ ગુણોની સિદ્ધિ કરવાથી સિદ્ધ, ઉપદેશ દેવાથી આચાર્ય, શિષ્યોને વિનયાદિકરાવનાર-શિખવાડનાર માટે ઉપાધ્યાય, અને વ્યવહાર ચારિત્ર પાળવાથી સાધુ, એમ અરિહંતમાં પાંચેય પરમેષિઓ રહેલા છે (વ્યવહારભાષ્ય)