________________
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
ज जं नज्जइ असुई, लज्जिज्जइ कुच्छणिज्जमेयं ति । तं तं मग्गइ अंगं, नवरमणंगुत्थ पडिकूलो ॥२०९॥ सत्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्टी। कामग्गहो दुरप्पा, जेणभिभूयं जगं सव्वं ॥२१०॥ जो सेवइ किं लहइ ? थामं हारेइ दुब्बलो होइ । पावेइ वेमणस्स, दुक्खाणि य अत्तदोसेणं ॥२११॥ હે પાપ કરનારા જીવ! શું તું નથી જાણતું ? અર્થાત્ તું જેને માટે પાપ કરે છે તે બધું ક્ષણિક-નાશવંત છે. (૨૦૮) •
જે સર્વ પદાર્થો (બાલકને પણ સમજાય તેવા) અપવિત્ર છે અને દુર્ગછનીય હેવાથી જેની ઈચ્છા કે સ્પર્શ કરે તે પણ લજજાસ્પદ છે તે તે સ્ત્રીઓનાં અશુચિ અંગેની તું જેના માટે ઈચ્છા કરે છે તે અનંગકામ આ જગતમાં અતિ પ્રતિકુળ-વૈરી છે. (તેના પોષણ માટે તું અશુચિ કેમ ચૂથે છે?) (૨૦૦૯)
સર્વ ઉન્માદની ઉત્પત્તિનું કારણ અને પરદાર સેવન વિગેરે સર્વ દેને કરાવનાર દુષ્ટાત્મા (સ્વરૂપે દુષ્ટ) કામવિકાર એ એક મહાઉન્માદ છે કે જેણે સર્વ જગતને વશ કરેલું છે. (૨૧૦)
એવા દુષ્ટ કામની જે સેવા કરે છે તે શું તૃપ્તિ વિગેરે કઈ લાભ મેળવે છે? અર્થાત્ કંઈ મેળવતે નથી, ઉલટું બળ–તાકાત ગુમાવે છે, દુર્બળ થાય છે, ચિત્તમાં ઉદ્વેગ પામે છે અને પોતાના અજ્ઞાનતાદિ અપરાધોથી ક્ષયવ્યાધિઓ વિગેરેનાં દુઃખ ભોગવે છે. (૧૧)