________________
ગુણસ્થાનકમારેહ
૪૫૭ अन्त्ये दृष्टिचतुष्कं च, दशकं ज्ञानविघ्नयोः । क्षपयित्वा मुनिः क्षीणमोहः स्यात्केवलात्मकः ॥८१॥ एवं च क्षीणमोहान्ता, त्रिषष्ठिप्रकृतिस्थितिः । पञ्चाशीतिर्जरद्वस्त्र-प्रायाः शेषाः सयोगिनि ॥८२॥ भावोज़ क्षायिकः शुद्धः, सम्यक्त्वं क्षायिकं परम् ।
क्षायिकं हि यथाख्यात-चारित्रं तस्य निश्चितम् ॥८३॥ બારમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમયે નિદ્રાને અને પ્રચલાને (નિદ્રાદ્ધિકને) નાશ કરે છે. (૮૦)
અને બારમાના અન્ત સમયે દર્શનાવરણ ચતુષ્ક, તથા પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અન્તરાય મળી દશ, એમ કુલ ૧૪ પ્રકૃતિએને ખપાવીને તે ક્ષીણમેહી મહામુનિ કેવલસ્વરૂપ (કેવળજ્ઞાન-દર્શનવાળી બને છે. (૮૧)
એમ ચેથા ગુણસ્થાનકથી આરમ્ભીને ક્ષય કરતાં બારમાના અન્ત સુધીમાં ત્રેસઠ કર્મપ્રકૃતિઓને ક્ષય થાય છે અર્થાત્ એ ૬૩ ની સ્થિતિ ક્રમશઃ એ પ્રમાણે ક્ષીણમેહના અતે નાશ પામે છે. જેમકે એક ચોથે, એક પાંચમે, આઠ સાતમે, છત્રીશ નવમે અને સત્તર બારમે ક્ષય થાય છે બાકી પચ્ચાશી પ્રકૃતિએ સગી ગુણસ્થાનકે રહે છે તે જીર્ણ વસ્ત્રતુલ્ય અકિંચિકર બને છે. (૮૨)
આ ગુણસ્થાનકે નિચે શુદ્ધ ક્ષાયિક ભાવ હોય છે, સમ્યકત્વ પણ ક્ષાયિક હોય છે અને તેનું ચારિત્ર ક્ષાયિક ભાવનું શુદ્ધ યથાખ્યાત હોય છે. (૮૩)