________________
પ૦૩
વદ્ધમાનદ્વાર્વિશિકા
(૩પસંહારવ્ય )
शार्दूलविक्रीडितम् इत्थं ये परात्मरूपमनिशं श्रीवर्द्धमानं जिनम् , वन्दन्ते परमाहतास्त्रिभुवने शान्तं परं दैवतम् । तेषां सप्त भियः क्व सन्ति दलितं दुःखं चतुर्धाऽपि तैमुक्तैर्यत् सुगुणानुपेत्य वृणते ताश्चक्रिशक्रश्रियः॥१॥
આ પ્રમાણે જે પરમ શ્રાવકે હમેશાં ત્રણ ભુવનમાં શાન્ત પરમાત્મસ્વરૂપ અને પરમદેવ એવા શ્રીવર્ધમાન પ્રભુને વન્દના કરે છે, તે શ્રાવકને સાત પ્રકારના ભય ક્યાંથી જ રહે? વળી તેઓ મુક્ત થઈ ચાર પ્રકારના દુઃખને દલી નાખે છે અને અનન્ત ચતુષ્ટયાદિ ઉત્તમ ગુણેને પ્રાપ્ત કરી ચક્રવતી અને મોક્ષ પર્યન્તની લક્ષ્મીઓને પણ વરે છે.
ઈતિ શ્રીવર્ધમાનદ્વાત્રિશિકા સાથ સમાપ્તા છે