________________
૫૩
અન્યગવ્યવદિકા चिदर्थशून्या च जडा च बुद्धिः,
શાહિત માત્રામશ્વાદ્રિ न बन्धमोक्षौ पुरुषस्य चेति,
कियजडैन ग्रथितं विरोधि ॥१५॥ न तुल्यकालः फलहेतुभावो, हेतौ विलीने न फलस्य भावः । न संविदद्वैतपथेऽर्थसंविद् , विलूनशीण सुगतेन्द्रजालम् ॥१६॥ विना प्रमाणं परवन्न शुन्यः, स्वपक्षसिद्धेः पदमश्नुवीत । कुप्येत् कृतान्तः स्पृशते प्रमाण-महो सुदृष्टं त्वदसूयिदृष्टम् ॥१७॥
ચેતના સ્વયં પદાર્થોને જાણતી નથી. બુદ્ધિ જડ સ્વરૂપ છે. શબ્દથી આકાશ, ગન્ધથી પૃથ્વી, રસથી જલ, રૂપથી અગ્નિ અને સ્પર્શથી વાયુ ઉત્પન્ન થાય છે. તથા બધ કે મેક્ષ પુરુષને નથી. આવી કેટલી વિરુદ્ધ કલ્પનાઓ જડ લોકેએ (સાંખ્ય લોકેએ) નથી કરી ? (૧૫)
કાર્ય અને કારણ બન્ને સાથે રહી શકતાં નથી. કારણને નાશ થયે છતે ફલની ઉત્પત્તિ થઈ શકતી નથી. જગતને વિજ્ઞાનરૂપ માનવામાં આવે તો પદાર્થોનું જ્ઞાન થઈ શકતું નથી. એ રીતે બુદ્ધની ઈન્દ્રજાળ પણ વિલીન થઈ જાય છે. (૧૬)
શૂન્યવાદી પ્રમાણ વિના બીજા વાદીઓની જેમ પોતાના પક્ષની સિદ્ધિ કરી શકતા નથી. જે તે કઈ પ્રમાણને માનવા જાય તે પોતે માનેલો શૂન્યતાને સિદ્ધાન્ત કૃતાન્તની માફક કપાયમાન થાય છે. હે ભગવન! આપના મતની ઈર્ષ્યા કરનારા લોકેએ જે કંઈ કુમતિજ્ઞાન રૂપી નેત્રોથી જાણ્યું છે, તે મિચ્યા હોવાના કારણે ઉપહાસને પાત્ર છે. (૧૭)