________________
૫૨૬
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ उपाधिभेदोपहितं विरुद्धं, नार्थेष्वसत्वं सदवाच्यते च । इत्यप्रबुध्यैव विरोधभीता, जडास्तदेकान्तहताः पतन्ति ॥२४॥ स्यान्नाशि नित्यं सदृशं विरूपं, वाच्यं न वाच्यं सदसत्तदेव । विपश्चितां नाथ ! निपीततत्त्व-सुधोद्गतोद्गारपरम्परेयम् ॥२५॥ य एव दोषाः किल नित्यवादे, विनाशवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु, जयत्यधृष्यं जिन ! शासनं ते ॥२६॥
દરેક પદાર્થમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્યત્વ રૂપ પરસ્પર વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન અપેક્ષાના ભેદથી વિરુદ્ધ નથી. વિધથી ભયભીત થએલા એકાન્તવાદી મૂર્ખ લોકે આ સિદ્ધાન્તને નહિ સમજવાથી જ ન્યાયમાર્ગથી પતિત થાય છે. (૨૪) - હે વિદ્વાનના શિરેમણિ! દરેક વસ્તુ કેઈ અપેક્ષાએ અનિત્ય છે, કેઈ અપેક્ષાએ નિત્ય છે; કોઈ અપેક્ષાએ સામાન્ય છે, કેઈ અપેક્ષાએ વિશેષ છે; કેઈ અપેક્ષાએ વાગ્ય છે, કેઈ અપેક્ષાએ અવાચ્ય છે; કોઈ અપેક્ષાએ સત્. છે અને કેઈ અપેક્ષાએ અસત્ છે; આ અનેકાન્તતત્વરૂપ અમૃતના પાનમાંથી નીકળેલી ઉદ્દગારની પરમ્પરા છે. (૧૫)
વસ્તુને સર્વથા નિત્ય માનવામાં જે દોષો આવે છે, તે જ દેશો સર્વથા અનિત્ય માનવામાં પણ આવે છે, જેમ એક કાંટે બીજા કાંટાને નાશ કરે તેમ નિત્યવાદી અને અનિત્યવાદીઓએ પરસ્પર દૂષણે બતાવીને એક બીજાનું નિરાકરણ કર્યો છતે હે જિન! અધૃષ્ય એવું આપનું શાસન, વિના પરિશ્રમે વિજય પ્રાપ્ત કરે છે. (૨૬)