________________
૫૧૮
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ स्वतोऽनुवृत्तिव्यतिवृत्तिभाजो,
भावा न भावान्तरनेयरूपाः । परात्मतत्त्वादतथात्मतत्त्वाद् ,
द्वयं वदन्तोऽकुशलाः स्खलन्ति ॥४॥ आदीपमाव्योम समस्वभावं,
स्याद्वादमुद्रानतिभेदि वस्तु । तनित्यमेवैक मनित्यमन्य
दिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ॥५॥ હે નાથ ! જે કે આપના ગુણેમાં ઈષ્ય રાખનારા પરતીથિકે આપને સ્વામી ભલે ન માને, તે પણ તેઓ નેત્રોનું નિમીલન કરીને સત્ય નયમાર્ગને વિચાર કરે. (૩)
પદાર્થો સ્વભાવથી જ સામાન્ય અને વિશેષરૂપ છે; તેમાં સામાન્ય વિશેષની પ્રતીતિ કરાવવા માટે (સામાન્ય વિશેષરૂ૫) પદાર્થાન્તર માનવાની આવશ્યકતા નથી, જે અકુશળ વાદીઓ તે સ્વરૂપે નહિ હોવા છતાં, ભિન્ન સ્વરૂપવાળા છે એમ માનીને સામાન્ય વિશેષને પદાર્થથી ભિન્નરૂપે કથન કરે છે, તેઓ ન્યાય માર્ગથી ભ્રષ્ટ થાય છે. (૪)
દીપકથી લઈને આકાશ સુધી સઘળા પદાર્થો નિત્યાનિત્ય સ્વભાવવાળા છે, કેમકે કઈ પણ વસ્તુ સ્યાદ્વાદની મર્યાદાને ઉલ્લઘન કરતી નથી. આવી વસ્તુસ્થિતિમાં પણ દીપક વિગેરેને સર્વથા અનિત્ય અને આકાશ વિગેરેને સર્વથા નિત્ય જે માને છે તે આપની આજ્ઞાના વિરોધીઓના પ્રલાપ છે. (૫)