________________
૪૬૦
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
समुद्घातस्य तस्याये, चाष्टमे समये मुनिः।
औदारिकाङ्गयोगः स्याद् , द्विषट्सप्तमकेषु तु ॥९२॥ मिश्रौदारिकयोगी च (स्यात् ), तृतीयायेषु तु त्रिषु । समयेष्वेककर्माङ्ग-धरोऽनाहारकश्च सः ॥९३॥ युग्मम् ॥ यः षण्मासाधिकायुको, लभते केवलोद्गमम् । करोत्यसौ समुद्घात-मन्ये कुर्वन्ति वा नवा ॥१४॥
એ પ્રમાણે આત્મપ્રદેશને વિસ્તાર (પ્રસાર) કરવા દ્વારા કર્મોના શેષ રહેલા અંશને (સ્થિતિથી) સમાન બનાવીને તે સમુદ્દઘાતને ઉલટા કમે સંવરે છે. પાંચમા સમયે આંતરા સંહરીને મન્થાન, છઠા સમયે મસ્થાન સંવરીને કપાટ અને સાતમા સમયે કપાટ સંવરીને દણ્ડ કરી આઠમા સમયે દણ્ડને શરીરગત બનાવે છે, એમ આઠમા સમયે કેવલી સમુદ્દઘાત પૂર્ણ કરે છે. (૯૧)
આ સમુઘાતના સમયે પૈકી પહેલા અને આઠમા સમયે તે કેવલી મુનિ ઔદારિક કાયયેગવાળા હોય છે, બીજા છઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્રકાયગવાળા હોય છે અને ત્રીજા, ચોથા, પાંચમા સમયે એક માત્ર કાર્મણકાગવાળા અને અનાહારક હોય છે. (૯૨-૯૩)
જેને છ મહિનાથી અધિક આયુષ્ય બાકી હોય ત્યારે કેવલજ્ઞાન પ્રગટે તે આ કેવલી સમુદ્દઘાતને કરે, બીજા છ મહિનાથી ન્યૂન આયુષ્યવાળા કરે અથવા ન પણ કરે.
(૯૪)