________________
૪૭૦
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
ज्ञातारोऽखिलतत्त्वानां, द्रष्टारश्चैकहेलया । गुणपर्याययुक्तानां, त्रैलोक्योदरवर्तिनाम् ॥१२९॥ अनन्तं केवलज्ञानं, ज्ञानावरणसंक्षयात् । अनन्तं दर्शनं चैव, दर्शनावरणक्षयात् ॥१३०॥ शुद्धसम्यक्त्वचारित्रे, क्षायिके मोहनिग्रहात् । अनन्ते सुखवीर्य च, वेद्यविनक्षयात् क्रमात् ॥१३१॥
જેમ મીણની બનેલી મુષા (કુલડી) મીણ ગળી જતાં ઘન બની જાય તેમ, અગી અવસ્થા વખતને જે આકાર તેના જેવા આકારવાળી અને ગળી ગએલા મીણની મુષા, તેમાં જે આકાશ હોય તે આકાશના જેવા આકારવાળી સિદ્ધોની અવગાહના (આકૃતિ) હેાય છે. અર્થાત્ આકારની દષ્ટિએ અન્તિમ સંસ્થાનના ત્રિભાગનૂન આકારવાળી અને સ્વરૂપની અપેક્ષાએ ગળી ગએલા મીણની મુષાનું મીણ જેમ વચ્ચે પલાણ વિના ઘન બની જાય તેના જેવી સિદ્ધોની અવગાહના હોય છે. (૧૨૮) છે તે સિદ્ધો ત્રણે લોકમાં રહેલા અનન્ત ગુણ અને અનન્ત પર્યાય યુક્ત જે સઘળાં ત (રેય ભા), તેને એક સમયે એક સાથે (જ્ઞાનથી) જાણનારા અને (દર્શનથી) દેખનારા હોય છે. (૧૨૯)
હવે સિદ્ધોને કયા કર્મના ક્ષયે ક્યા ગુણે પ્રગટે છે તે કહે છે
૧-જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી અનન્ત કેવળજ્ઞાન, ૨-દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષયથી અનન્ત દર્શન, (૧૩૦)