________________
૪૭૬
| સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अनित्यताया यदि चेत् प्रतीति-स्तत्वस्य निष्ठा च गुरुप्रसादात् । सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ॥९॥ मोहान्धकारे भ्रमतीह तावत्, संसारदुःखैश्च कदर्थ्यमानः । यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ॥१०॥ अर्थों ह्यनर्थों बहुधा मतोऽयम् , स्रीणां चरित्राणि शवोपमानि। विषेण तुल्या विषयाश्च तेषां, येषां हृदि स्वात्मलयानुभूतिः
શા.
જે ગુરૂકૃપાથી અનિત્ય પદાર્થોની અનિત્યતાની તને પ્રતીતિ થઈ છે અને તત્ત્વમાં શ્રદ્ધા થઈ છે તે તું જનસમૂહમાં કે વનમાં સર્વત્ર સુખી છે અને જે એવી પ્રતીતિ અને શ્રદ્ધા નથી પ્રગટી તે તું મનુષ્યના સહવાસમાં કે વનમાં એકાન્તમાં પણ દુઃખી (થવા) છે, અર્થાત્ સુખ જનમાં કે વનમાં નથી કિન્તુ તત્ત્વની શ્રદ્ધામાં છે. (૯)
જીવ સંસારનાં દુખેથી પીડાતે મેહરૂપી અન્ધારામાં ત્યાં સુધી અટવાય છે કે તે જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યના ઉદયથી યથાર્થ સ્વરૂપે આત્માના સ્વરૂપને જોતો નથી. અર્થાત્ આત્મજ્ઞાનીને મેહ કે સંસારનાં દુખે દુઃખી કરી શકતાં નથી. (૧૦)
જેઓના હૃદયમાં આત્માની લયલીનતા રૂપ અનુભવ પ્રગટ થયો છે, આત્માનુભવ પ્રગટેલો છે, તેઓને આ બહુમાન્ય એ પણ અર્થ (ધન) અનર્થરૂપ ભાસે છે,