________________
૪૮૨
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ षण्णां विरोधोऽपि च दर्शनानाम् , तथैव तेषां शतशश्च भेदाः । नानापथे सर्वजनः प्रवृत्तः, को लोकमाराधयितुं समर्थः ॥२४॥ तदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला च सैव । स्वस्थे भवेच्छीतलताशये चे-नो चेद् वृथा सर्वमिदं हि मन्ये
લૂંટાઈ જવાના ભયે પિતાના ગુણેને પ્રગટ કરતો નથી.) જે સ્વગુણને સ્વયં પ્રકાશે છે તે સાચો ગુણવાનું નથી. (૨૩)
આ જગતમાં છએ દશાને પરસ્પર વિરોધ છે, એ રીતે તે તે દશામાં પણ સેંકડો ભેદે વર્તે છે અને લોક પણ ભિન્ન ભિન્ન માર્ગે દોડી રહ્યો છે (આ બધું આત્મસ્વરૂપની નિષ્ઠાના અભાવનું પરિણામ છે) એવા લોકને વશ કરવા, સત્ય માર્ગે ચઢાવવા માટે કેણ સમર્થ છે ? (૨૪)
જે સ્વસ્થ (સમતાવાળા) ચિત્તમાં શીતલતાને અનુભવ થાય છે તે જ રાજ્યભવ છે, તે જ ઉત્તમ ધન છે, તે જ સાચે તપ છે અને તે જ એક સાચી કળા (જ્ઞાન) છે. અર્થાત સમતામાં (સ્વસ્વરૂપમાં) આનન્દને અનુભવ એ જ આત્માનું સર્વસ્વ છે જે એ શીતલતાને આનન્દ પ્રગટ નથી તે હું માનું છું કે રાજ્ય, ધન, તપ કે કળા સર્વ વૃથા છે. તેનાથી આત્માને કંઈ સુખ થવાનું નથી. (૨૫)