________________
आचार्यपुरन्दरमहावादिश्रीसिद्धसेनदिवाकरविरचिता
॥श्रीवर्द्धमानद्वात्रिंशिका ॥ सदायोगसात्म्यात्समुद्भूतसाम्यः,
प्रभोत्पादितप्राणिपुण्यप्रकाशः । त्रिलोकीशवन्द्यस्रिकालज्ञनेता,
स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥१॥
ક્ષાયિક ભાવથી ઉત્પન્ન થએલા જ્ઞાન-દર્શનચારિત્રરૂપ યેગના તાદામ્યપણાના અનુભવથી જેમનામાં હમેશાં સમપણું રહેલું છે, જેઓએ કેવળજ્ઞાન અને કેવલદર્શનની પ્રભાથી પોતાના શાસનમાં રહેલા પ્રાણીઓને ધર્મને ઉદ્યોત કરેલ છે, જેઓ ત્રણ લોકના સ્વામી એવા દેવેન્દ્ર, નરેન્દ્ર અને ચમરેન્દ્રોને પણ વાંદવા એગ્ય છે અને જેઓ મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યવ જ્ઞાનવાળા પુરૂષોના સ્વામી છે, એવા સામાન્ય કેવલીઓને વિષે ઇન્દ્ર તુલ્ય પરમાત્મા શ્રી વધમાન સ્વામી એક જ મારી ગતિ હો–મને શરણ થાઓ. (૧)