________________
૪૩૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ટાહ एकस्मिन्नुदिते मध्या-च्छान्तानन्तानुबन्धिनाम् । आद्यौपशमिकसम्यक्त्व-शैलमौलेः परिच्युतः ॥११॥ समयादावलिषट्कं, यावन्मिथ्यात्वभूतलम् । नासादयति जीवोऽयं, तावत्सास्वादनो भवेत् ॥१२॥
| ગુમ | मिश्रकर्मोदयाज्जीवे, सम्यगमिथ्यात्वमिश्रितः। यो भावोऽन्तर्मुहूर्त स्या-त्तन्मिश्रस्थानमुच्यते ॥१३॥ जात्यन्तरसमुद्भति-वडवाखरयोर्यथा । गुडदध्नोः समायोगे, रसभेदान्तरं यथा ॥१४॥
ઉપશાન્ત થએલા અનન્તાનુબન્ધિ ક્રોધ વિગેરે ચારમાંથી કઈ એકને ઉદય થતાં પ્રથમવાર પ્રાપ્ત ઔપથમિક સમ્યકત્વરૂપ પર્વતના શિખરથી ખસેલે (પડત) જીવ જઘન્ય
એક સમયથી માંડીને ઉત્કૃષ્ટ છ આવલી પર્યન્ત જ્યાં સુધી મિથ્યાત્વરૂપી ભૂમિ તળે પહોંચ્યું નથી ત્યાં સુધી “સાસ્વાદન સમકિતવાળો હોય છે. (૧૧-૧૨)
દર્શનમોહનીયના બીજા પુન્જરૂપ મિશ્રમેહનીય કર્મના ઉદયથી જીવમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ બનેથી મિશ્રિત અન્તર્મુહૂર્ત સુધી જે ભાવ પ્રગટે તેને “મિશ્ર ” ગુણસ્થાનક કહેવાય છે. (૧૩)
જેમ ઘડી અને ગધેડાથી અન્ય (ત્રીજી) જાતિ (ખચ્ચર)ને જન્મ થાય અને જેમ ગોળ અને દહીંના સંગથી પરસ્પર બનેને સ્વાદ ભેદાય (ત્રીજે શિખણ્ડને