________________
ગુણસ્થાનકમારેહ .
आसंसारं चतुर्वार-मेव स्थाच्छमनावली। जीवस्यैकभवेवार-द्वयं सा यदि जायते ॥४६॥ अतो वक्ष्ये समासेन, क्षपकश्रेणिलक्षणम् । योगी कर्मक्षयं कर्तुं, यामारुह्य प्रवर्त्तते ॥४७॥ अनिबद्धायुषः प्रान्त्यदेहिनो लघुकर्मणः ।
असंयतगुणस्थाने, नरकायुः क्षयं व्रजेत् ॥४८॥ (અથવા એક જ ભવમાં કઈ બે વાર ઉપશમ શ્રેણી પણ કરે.) (૪૫)
આ ઉપશમ શ્રેણી જે જીવને કઈ એક ભવમાં બે વાર થાય તે આ સંસાર એટલે મેક્ષ થતા સુધીમાં એક જીવને ઉત્કૃષ્ટથી ચાર વાર થાય. (૪૬)
હવે સંક્ષેપમાં ક્ષપકશ્રેણીનું લક્ષણ કહું છું કે જે ક્ષપકશ્રેણીએ ચઢીને ભેગી (સાધુ) કર્મક્ષય કરવા માટે ઉદ્યમ કરે છે. (૪૭)
- હવે ક્ષપક આઠમા ગુણસ્થાનક પહેલાં જે કર્મોને ખપાવે તે કહે છે કે
આગામી ભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તેવા, ચરમશરીરી (તદ્ભવ મુક્તિગામી) અને અલ્પ કર્મો જેને બાકી રહ્યાં છે તેવા ક્ષેપકને અવિરતિ સમકિત દષ્ટિ ગુણસ્થાને નરકાયુને ક્ષય થાય. (૪૮)
' જ કર્મગ્રન્થના મતે જાણવું, સિદ્ધાન્તકારના મત પ્રમાણે તે એક ભવમાં એક જ શ્રેણિ પ્રાપ્ત કરે.