________________
ગુણસ્થાનકમારોહ
૪૫૩ अनिवृत्तिगुणस्थानं, ततः समधिगच्छति । गुणस्थानस्य तस्यैव, भागेषु नवसु क्रमात् ॥६७॥ गतिः श्वाश्री च तैरश्ची, द्वे तयोरानुपूर्विके । साधारणत्वमुद्योतः, सूक्ष्मत्वं विकलत्रयम् ॥६॥ एकेन्द्रियत्वमाताप-स्त्यानगृद्धयादिकत्रयम् । स्थावरत्वमिहाद्यांशे, क्षीयन्ते षोडशेत्यमूः ॥६९॥
જો કે આ કહ્યું તે પહેલું શુક્લધ્યાન પ્રતિપાતિ (પતનશીલ) થાય છે (હાય છે) તે પણ જીવ અતિવિશુદ્ધપણાને કારણે ઉપરના ગુણસ્થાને ચઢવા ઈચ્છે છે.
એ ક્ષેપકનું આઠમ ગુણસ્થાનકનું સ્વરૂપ કહ્યું. હવે નવમા ગુણસ્થાને ચઢતાં જે જે કર્મપ્રકૃતિઓને જે રીતે ક્ષય કરે છે તે કહે છે
તે આઠમાં ગુણસ્થાનકથી ક્ષપક સોધુ નવમા અનિવૃત્તિ (બાદર સંપરાય) ગુણસ્થાનકે જાય છે અને તે જ ગુણસ્થાનકના નવ ભાગમાં અનુક્રમે. (૬૭)
પહેલા ભાગે ૧–નરકગતિ, ૨-તિર્યંચગતિ, ૩નરકાનુપૂર્વી, ૪-તિર્યખ્યાનુપૂર્વી, ૫-સાધારણ, ૬ ઉદ્યોત, – સૂક્ષમણું, બેઈન્દ્રિય, –તેઈન્દ્રિય, ૧૦ચરેન્દ્રિય જાતિ, ૧૧–એકેન્દ્રિય જાતિ, ૧૨-આતપનામ, ૧૩ થી ૧૫-થીણુદ્ધિ આદિ ત્રણ નિદ્રાઓ (નિદ્રારિક) અને ૧૬–સ્થાવરપણું એ સેળ કર્મપ્રકૃતિએને ક્ષય કરે છે. (૬૮-૬૯)