________________
૪૫૨
-
સ્વાધ્યા૦ ગ્રન્થસ
योगायोगान्तरे यत्र, सविचारं तदुच्यते ॥६३॥ द्रव्याद् द्रव्यान्तरं याति, गुणाद् याति गुणान्तरम् । पर्यायादन्यपर्याय, सपृथक्त्वं भवत्यतः ॥६४॥ इति त्रयात्मकं ध्यानं, प्रथमं शुक्लमीरितम् । प्राप्नोत्यतः परां शुद्धि, सिद्धिश्रीसौख्यवर्णिकाम् ॥६५॥ यद्यपि प्रतिपात्येत-दुक्तं ध्यानं प्रजायते । तथाप्यतिविशुद्धत्वा-दूर्ध्वस्थानं समीहते ॥६६॥ .
એક પદાર્થથી (વાચ્ચથી) બીજા પદાર્થમાં (વાચમાં) અને એક શબ્દ (વાચક)થી બીજા શબ્દ (વાચકમાં) તથા એક યુગમાંથી બીજા વેગમાં, એમ જે ધ્યાનમાં સંક્રમ થાય તે “સવિચાર શુક્લધ્યાન” કહેવાય છે. (૬૩)
વળી પૂર્વે કહ્યો તે વિતક (સંક્રમ) એક દ્રવ્યથી બીજા દ્રવ્યમાં, એક ગુણમાંથી બીજા ગુણમાં અથવા એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જાય, એમ દ્રવ્યનું, ગુણનું અથવા પર્યાયનું અન્યત્વ હોવાથી જે ધ્યાનમાં લેવું પૃથકત્વ હોય તે સપૃથકત્વ કહેવાય. (૬૪)
એમ “વિતર્ક વિચાર અને પૃથફત્વ એ ત્રણ અલ્ગોવાળું ધ્યાન તેને પહેલું પૃથકત્વ વિતર્ક સવિચાર ” શુકલધ્યાન કહેલું છે. આ ધ્યાનથી આત્મા મેક્ષરૂપી લક્ષ્મીને સુખની વાનગી તુલ્ય શ્રેષ્ઠ આત્મ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. (૬૫)