________________
૪૩૫
ગુણસ્થાનકમારેહ
मद्यमोहाद्यथा जीवो, न जानाति हिताहितम् । धर्माधर्मी न जानाति, तदा मिथ्यात्वमोहितः ॥८॥ अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनन्ता स्थितिर्भवेत् । सा भव्याश्रितमिथ्यात्वेऽनादिसान्ता पुनर्मता ॥९॥ अनादिकालसंभूत-मिथ्याकर्मोपशान्तितः । स्यादौपशमिकं नाम, जीवे सम्यक्त्वमादितः ॥१०॥
જે કે જીવ માત્રને અનાદિ કાળથી અવ્યક્ત મિથ્યાત્વને ઉદય સદાકાળ હોય છે, તે પણ અહીં પ્રગટ મિથ્યા બુદ્ધિને મિથ્યાત્વ ગુણસ્થાન તરીકે કહેલી છે. (૭)
જેમ દારૂ (વિગેરે માદક પદાર્થો)થી મૂઢ (ઉન્માદી) થએલો જીવ હિત કે અહિતને સમજી શકતા નથી તેમ આ મિથ્યાત્વના ઉદયથી મૂઢ બનેલો જીવ ધર્મ અધર્મના વિભાગને જાણું શકતો નથી. (૮)
સામાન્યતયા આ અવ્યક્ત મિથ્યાત્વને કાળ ભવ્ય જીવને આશ્રીને “અનાદિ અનન્ત હોય છે અને ભવ્ય જીવને આશ્રીને તે “અનાદિ સાન્ત” કહેલ છે. (ગુણસ્થાનકને આશ્રીને અભને “સાદિ અનન્ત અને ભવ્યને “સાદિ સાન્ત' સ્થિતિ હોય છે. (૯)
અનાદિ કાળથી ઉદિત મિથ્યાત્વ મેહનીય નામના કર્મને ઉપશમ થતાં જીવને પ્રથમ ઔપશમિક સમ્યકત્વ પ્રગટ થાય છે. (૧૦)