________________
ગુણસ્થાનકમારેહ
૪૩૯ क्षायोपशमिकी दृष्टिः, स्यानरामरसंपदे । । क्षायिकी तु भवे तत्र, त्रितुर्ये वा विमुक्तये ॥२२॥ देवे गुरौ च सङ्घ च, सद्भक्ति शासनोन्नतिम् । अवतोऽपि करोत्येव, स्थितस्तुर्य गुणालये ॥२३॥ प्रत्याख्यानोदयाद्देश-विरतिर्यत्र जायते । तच्छ्राद्धत्वं हि देशोन-पूर्वकोटिगुरुस्थितिः ॥२४॥
મિથ્યાત્વ મેહુની ના ક્ષપશમથી પ્રગટેલી આ સમકિત દષ્ટિ જીવને મનુષ્યની અને (વૈમાનિક) દેવપણાની સમ્પત્તિ આપે છે અને તે કમનો ક્ષય થવાથી પ્રગટેલી ક્ષાયિકી સમકિત દષ્ટિ (આગામી ભવનું આયુષ્ય ન બાંધ્યું હેય તે) તે - ભવમાં અથવા (બાંધ્યું હોય તો) ત્રીજા કે ચોથા (અપેક્ષાએ પાંચમા) ભવમાં મુક્તિ આપે છે. (૨૨)
ચેથા ગુણસ્થાનકે વર્તતે વ્રત રહિત પણ જીવ દેવની, ગુરૂની અને સંઘની સુન્દર ભક્તિ તથા શ્રીજિનશાસનની ઉન્નતિ (પ્રભાવના)ને કરે જ છે. (અર્થાત્ એ ગુણને વેગે એનું જીવન ભક્તિવાળું અને પ્રભાવક બને છે. (૨૩)
(અપ્રત્યાખ્યાનીયને ઉદય ટળે અને) પ્રત્યાખ્યાનાવરણીયને ઉદય હોય તેથી જે જીવમાં દેશથી (આંશિક) વિરતિ પ્રગટ થાય તે શ્રાવકપણું (પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક (ઉત્કૃષ્ટથી દેશનૂન (આઠ વર્ષ જૂન) પૂર્વ ક્રોડ વર્ષ સુધી રહે છે. (૨૪)