________________
૪૩૮
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ
द्वितीयानां कषायाणा-मुदयाद् व्रतवर्जितं । सम्यक्त्वं केवलं यत्र, तच्चतुर्थ गुणास्पदम् ॥१९॥ उत्कृष्टास्य त्रयस्त्रिंशत्सागरा साधिका स्थितिः । तदर्धपुद्गलावर्त-भवैभव्यैरवाप्यते ॥२०॥ कृपाप्रशमसंवेग-निर्वेदास्तिक्यलक्षणाः। गुणा भवन्ति यच्चित्ते, स स्यात्सम्यक्त्वभूषितः ॥२१॥
શ્રીજિનેશ્વરેએ જે જે તેને જે જે સ્વરૂપે જણાવ્યાં છે તે તત્ત્વોમાં જીવને સ્વાભાવિક રીતે (તથાવિધ મિથ્યાત્વકમના ક્ષપશમથી) અથવા બીજાના ઉપદેશથી (યથાર્થપણાની) રુચિ (શ્રદ્ધા) પ્રગટ થાય તેને સમ્યક્ત્વ કહેવાય છે. (૧૮)
બીજા (અપ્રત્યાખ્યાનીય) કષાયના ઉદયથી વિરતિ રહિત કેવળ જે સભ્યત્વ પ્રગટે તે ચોથું ગુણસ્થાનક છે. (૧૯)
આ ગુણસ્થાનકની સ્થિતિ (કાળમાન) ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરેપમથી અધિક છે અને તે સમ્યકત્વ ગુણસ્થાનક જેઓને અદ્ધપુગલ પરાવર્ત સંસાર શેષ રહ્યો હોય તેવા ભવ્યે જ પ્રાપ્ત કરે છે. (૨૦)
જે ભવ્યાત્માના ચિત્તમાં કૃપા, પ્રશમ, સંવેગ, નિર્વેદ અને આસ્તિકતારૂપ ગુણે (સમ્યક્ત્વનાં લક્ષણે) પ્રગટ થાય તે આત્માને (નિશ્ચય) સમ્યકત્વથી ભૂષિત સમજ. (૨૧)