________________
૧૮૨
સ્વાધ્યા૦ ગ્રન્થસહ निच्छयनयस्स चरण-स्सुवघाए नाणदंसणवहोऽवि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥५१२॥ सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावओऽवि गुणकलिओ। ओसन्नचरणकरणो, सुज्झइ संविग्गपक्रवरई ॥५१३॥
પિતાના સ્વરૂપને સૂક્ષ્મબુદ્ધિએ પૂર્ણ વિચાર કરીને જે મૂલ-ઉત્તરગુણરૂપ નિયમ (ચારિત્ર) ને ભાર વહન કર શકય ન જણાય તે પરજનેતાના ચિત્તને ખૂશી કરનારા માત્ર સાધુવેષથી આત્મરક્ષણ નહિ થાય, અર્થાત્ નિર્ગુણીને વેષ રાખવાથી લોકોમાં મિથ્યાત્વની વૃદ્ધિ થવાને ચગે અનંત સંસાર થાય છે, માટે વેશ તજી દેવશ્રેયસ્કર છે. (૫૧૧)
અહીં એમ બને કે ભલે ચારિત્ર રક્ષણ ન કર્યું, પણ જ્ઞાન-દર્શન હોવાથી તે એકાન્ત નિર્ગુણ નથી; માટે વેષ છોડે હિતકર નથી એમ કઈ કહે તે ઉચિત નથી, કારણ કે–ચારિત્રના અભાવે તત્ત્વથી જ્ઞાન-દર્શનને પણ અભાવ જ છે, કહ્યું છે કે
નિશ્ચય નયના અભિપ્રાયે ચારિત્રને નાશ થયે જ્ઞાન દર્શનને પણ નાશ થાય છે અને વ્યવહાર નયથી ચારિત્રને નાશ થતાં જ્ઞાન દર્શનને નાશ થાય જ એવો એકાન્ત નથી. (૫૧૨)
ઉત્તમ ચારિત્રવંત સાધુ શુદ્ધ થાય છે, સમ્યગ્ દર્શનઅણુવ્રતાદિ ગુણથી શોભતો ઉત્તમ શ્રાવક પણ શુદ્ધ થાય છે અને મેક્ષાભિલાષી સાધુઓને પક્ષકાર (શુદ્ધ પ્રરૂપક) સંવિગ્નપાક્ષિક ચારિત્રમાં શિથિલ છતાં શુદ્ધ થાય છે, તેમાં સાધુ પ્રત્યક્ષ શુદ્ધ થાય છે અને શ્રાવક તથા સંવિગ્નપાક્ષિક