________________
ધર્મ રત્નપ્રકરણમ
विहिसारं चिय सेवई, सद्धालू सत्तिमं अणुट्ठाणं । दव्वाइदोसहिओ वि, पक्खवायं वह तम्मि ॥ ९२ ॥ निरुओ भोज्जरसन्नू, कं वि अवत्थं गओ असुहमन्नं । भुंजं न तंमि रज्जइ, सुहभोयणलालसो धणियं ॥ ९२ ॥ इय सुद्धचरणरसिओ, सेवंतो दव्वओ विरुद्धं पि । सद्भागुणेण एसो, न भावचरणं अइक्कमइ ॥९३॥
૩૪૧
ચેાગે ધર્મમાં શ્રેષ્ઠપણું, તેથી શ્રદ્ધાળુમાં શ્રદ્ધાના ફળરૂપે આ લક્ષણા હાય, ૧-વિધિસેવા, ૨-ધર્મ માં અસતેષ, ૩-શુદ્ધદેશના અને ૪–ભૂલનું પ્રાયશ્ચિત્ત-શુદ્ધિકરણ. એ ચાર ધર્મની તીવ્ર શ્રદ્ધાનાં લક્ષણા છે તે ભાવસાધુમાં હોય. (૯૦)
તેને વિગતવાર વર્ણવે છે—
૧-વિધિસેવા-શ્રદ્ધાળુ સામર્થ્ય કેળવીને દરેક અનુક્ષાના વિધિપૂર્વક આચરે અને કાઈ પ્રસ ંગે આહારાદિ દ્રવ્ય, કોઇ અટવી વિગેરે ક્ષેત્ર કે દુઃષમકાળ વિગેરેની પ્રતિકૂળતા હાય તેથી વિધિ ન સાચવી શકે તે પણ વિધિને પક્ષપાત ન છેાડે. (૯૧)
જેમ નિરોગી અને ભેાજનના રસના જાણુ એવા પણ કાઈ જીવ એવી કાઈ રાગ-દ્રુષ્કાળ વિગેરે અવસ્થાને પામીને અશુભ (બેસ્વાદ) ભોજન લેવું પડે તે પણ તેમાં રાગ કરતા નથી પણ નિરાગી થઇને કે સુકાળ થશે ત્યારે સુન્દર ભોજન લઇશ એવી અત્યન્ત લાલસાવાળા હોય છે, (૯)