________________
૪ર૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
૨૨ નાવસ્થરથ | *करणजोगेण मोहं, चयंति इत्थीण इंदिविसएसु । देहसकाराइत्थी-चिंताइ रहिए मुणी वंदे ॥१॥
અર્થ–ત્રણ કરણાથી અને ત્રણ યોગથી, ચાર પ્રકારની સ્ત્રીને તથા પાંચ ઈન્દ્રિયના વિષયોને મેહ જેઓ તજે છે તે (દેહસત્કાર વિગેરે દશ અને સ્ત્રી ચિન્તા વિગેરે દશ દોષોથી ૨હિત) મુનિઓને હું વાંદું છું. એ પદોના ૧૮૦૦૦ ભેદ આ પ્રમાણે (૩*૩=૯*૪=૩૬૮૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦= ૧૮૦૦૦ થાય.)
એમાં-કરે નહિ, કરાવે નહિ, અને અનુમોદે નહિ એ ત્રણ કરો, મન-વચન અને કાયા એ ત્રણ મેંગે, માનુષી સ્ત્રી-તિર્યખ્યણ–દેવી અને ચિત્રલી સ્ત્રી, એ ચાર સ્ત્રીઓ, શબ્દ-રૂપ–ગન્ધ-રસ અને સ્પર્શ, એ પાંચ ઈન્દ્રિય વિષયે જાણવા. શરીરસત્કાર, ભાસત્કાર, સ્ત્રીશરીરનું નિરીક્ષણ, સ્ત્રીદેહનું સ્મરણ, સબળવિભુષા, સબળરાગ, સ્ત્રી સાથે હાસ્ય, સ્ત્રીની પ્રશંસા, પૂર્વ ભેગનું સ્મરણ અને સબળવિશ્વાસ, એ દશને ત્યાગ કરે એ દશ ગુણ તથા સ્ત્રીના ભેગની ચિન્તા રહિત, સ્ત્રીવાળી વસતિથી રહિત, દીર્ઘ નિઃશ્વાસરહિત, સ્ત્રીનાં અત્રેની પ્રીતિમાં નિરીહ, પ્રશાન્ત દેહધારી, મદ (કામાગ્નિ) રહિત, કામમૂછ રહિત, મદરૂપ ઉન્માદ રહિત, વિષયેના પ્રસંગથી મુક્ત અને આત્મગુણેના સંવર્ધક, એવા મુનિઓને વન્દન કરવારૂપ દશ પદે જાણવાં.
*સ્થળપૂર્તિ માટે મૂકેલી છે.