________________
૩૭ર.
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
અલ્પબુદ્ધિ જીના ઉપકાર માટે પૃથ્વીકાયાદિને તથા શ્રમણધર્મને નામપૂર્વક જણાવે છેपृथिव्यप्तेजांसि वायु-वनस्पतिर्तीन्द्रियत्रीन्द्रिये । चतुष्पञ्चेन्द्रियाजीवा-रम्भं वर्जयेद् दशधा ॥४॥ વંતી-મ-ગઝવ-કુત્તર તર-સંગને વધા सच्चं सोअं आकिं-चणं च बंभं च जइधम्मो ॥५॥
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પચ્ચેન્દ્રિય એ નવ અને અછવકાય મળી દશને આરમ્ભ તજે. ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિચનતા અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને યતિધર્મ સમજવું. (૪-૫)
હવે કેવી રીતે ભાવના કરવી તે જણાવે છેजे नो करंति मणसा, णिज्जियाहारसन्ना सोइंदी। पुढवीकायारंभ, खंतिजुआ ते मुणी वंदे ॥१॥
જે આહારસંજ્ઞા અને શ્રવણેન્દ્રિયને વિજય કરીને મનથી પૃથ્વીકાયના આરમ્ભને કરતા નથી, તે ક્ષમાવઃ મુનિઓને હું વાંદું છું (૧)
(એ પ્રમાણે કરણગ-સંજ્ઞા-ઈન્દ્રિય-કાય અને શ્રમણધર્મનાં નામ બદલી બદલીને પ્રત્યેક ગાથા બનાવતાં અઢાર હજાર ગાથાઓ બને છે અને અઢાર હજાર સ્વાધ્યાય પૂર્વક અઢાર હજાર પ્રકારના મુનિઓને વન્દન થાય છે. આગળના રથમાં પણ વિધિ આ પ્રમાણે સમજી લે.)