________________
શીલાગાદિરથસંગ્રહ
૩૯૧ તથા કઈ પારાચિતપ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. એમ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત જાણવા.
હવે ભાવનાને વિધિ કહે છે. नाणरुई देहविवेगी, अट्टविवज्जिओ सुवायणिओ। गुरुवेयावच्चकरो, सुज्झइ आलोइङ कोइ ॥१॥
અથ-જ્ઞાનની રુચિવાળે, દેહની મમતા વિનાને, આર્તધ્યાનને ત્યાગી, વિધિપૂર્વક વાચના લેનાર (દેનાર) ગુરૂની વૈયાવચ્ચ કરનારે કેઈ ઉત્તમ મુનિ આલોચના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ (સિદ્ધ) થાય છે.
એ પ્રમાણે ગાથામાં પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાએ તેટલે સ્વાધ્યાય અને તેટલા તપસ્વિઓને વન્દના થાય છે.