________________
ધર્મરત્નપ્રકરણમ
૩૩૯ अवलंबिऊण कज्ज, जं किंपि समायरंति गीयत्था । थेवावराह बहुगुण, सव्वेसिं तं पमाणं तु ॥८५॥ जं पुण पमायरूवं, गुरुलाघवचिंतविरहियं सवहं । सुहसीलसढाइन्नं, चरित्तिणो तं न सेवंति ॥८६॥ जह सड्ढेसु ममत्तं, राढाए असुद्धउवहिभत्ताई । निद्देजवसहितूली-मसूरिगाईण परिभोगो॥८॥ પૂર્વાચાર્યોએ આચરેલું તે સર્વ ચારિત્રવતેને પ્રમાણભૂત હેય છે. કહ્યું છે કે-(૮૪)
કઈ વિશેષ કાર્યને (લાભને) ઉદ્દેશીને ગીતાર્થો જે કંઈ સમ્યમ્ આચરણ કરે છે તે છેડા (નાના) દેલવાળું છતાં ઘણા (મોટા) ગુણ (લાભ)ને કરનારું હોવાથી સર્વને પ્રમાણભૂત સમજવું. (૮૫)
પણ જે પ્રમાદ (અસંયમ) રૂપ હોય, લાભ હાનિને વિચાર કર્યા વિનાનું, હિંસાદિ (અસંયમ) યુક્ત હોય તેવું સુખશીલીઆઓએ આચરેલું તેને ચારિત્રવંત (સંવેગી) મુનિએ આચરતા પ્રમાણભૂત માનતા) નથી. (૮૬)
જેમકે-શ્રાવકનું (આ શ્રાવક મારે વિગેરે) મમત્વ, એ પ્રમાણે કઈ ગામ, ઘર, નગર–દેશની મમતા પણ સમજી લેવી, તથા શરીર શેભા વિગેરેની ઈચ્છાથી કેટલાક અશુદ્ધ આહાર-ઉપાધિ વિગેરે ગ્રહણ કરે છે, યાવચ્ચન્દ્રદિવાકર સુધી કેઈ ગૃહસ્થ લેખ કરીને આપેલું મકાન–વસતિ ગ્રહણ કરે છે, તથા કેઈ તળાઈ, મસુરીઆ વિગેરેને વાપરે ભિોગવે. છે. [૭]