________________
ધર્મરત્નપ્રકરણમ
૩૪૫
तं पुण विसुद्धसद्धा, सुयसंवायं विणा न संसंति । अवहीरिऊण नवरं, सुयाणुरूवं परूविति ॥१०३॥ अइयारमलकलंक, पमायमाईहिं कहवि चरणस्स । जणियं पि वियडणाए, सोहिंति मुणी विमलसद्धा ॥१०४॥ एसा पवरा सद्धा, अणुबद्धा होइ भावसाहुस्स ।
एईए सब्भावे, पन्नवणिज्जो हवइ एसो ॥१०५॥ જિનભક્તિનાં કાર્યો વિગેરે પૂર્વાચાર્યોએ ગીતાર્થપણાથી આચરેલી શુદ્ધ પરંપરાને પણ આગમમાં એનું વિધાન નથી માટે તે નહિ કરવાં જોઈએ એ નિષેધ કરવામાં પ્રવૃતિ કરે છે. (૧૨)
જેઓ શુદ્ધશ્રદ્ધાવંત છે તેઓ શ્રતના આધાર વિના તેવાઓના તે વિધિ નિષેધેની પ્રશંસા નથી કરતા, કિન્તુ
એ બાલચેષ્ટારૂપ છે એમ તેની ઉપેક્ષા કરીને સૂત્રાનુસારી ઉપદેશ આપે છે. (૧૦૩)
–અતિચારનું શેધન–ભાવસાધુઓ કઈ પ્રસંગે પ્રમાદાદિ કારણે ચારિત્રમાં અતિચારરૂપ મેલનું કલંક લાગે તે તેને નિર્મળ શ્રદ્ધાથી આલોચના કરીને (પ્રાયશ્ચિત્ત સ્વીકારીને શુદ્ધ કરે છે, અર્થાત્ ચારિત્રમાં જાગૃત છતાં કઈ અતિચાર લાગી જાય તે પગમાં લાગેલા કાંટાની જેમ તુર્ત દૂર કરે છે. (૧૦)
આવી ઉત્તમ શ્રદ્ધા ભાવસાધુને અખણ્ડ હેય છે અને એના ગે તે અસદાગ્રહ વિનાને લેવાથી સહેલાઈથી સત્ય સમજાવી શકાય તે હેાય છે. (૧૦૫)