________________
૩૪૪
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ
संविग्गा गीयतमा, विहिरसिया पुव्वसूरिणो आसि । तददूसियमायरियं, अणइराई को निवारेइ ॥१००॥ अइसाहसमेयं जं, उस्सुत्तपरूवणा कडुविवागा। जाणतेहि वि दिज्जइ, निदेसो सुत्तबज्झत्थे ॥१०१।। दीसंति य ढड्ढसिणोणेगे, नियमइपउत्तजुत्तीहिं । विहिपडिसेहपवत्ता, चेइयकिच्चेसु रूढेसु ॥१०२॥
ગીતાર્થ હોય તે એમ વિચારે છે કે--પૂર્વષિઓ સંગી (મેક્ષની તીવ્ર અભિલાષાવાળા) હતા, પૂર્વે આગમ બહુ પ્રમાણમાં હોવાથી અતિશય ગીતાર્થ (શાસ્ત્ર મર્મના જાણ) હતા, વિધિના રસિઆ હતા, તેઓએ જેને દુષિત ન ગમ્યું અને ઘણાઓએ આચર્યું તે વ્યવહારને અનતિશાયી કેણ નિવારી શકે ? (કારણ કે એને વિરોધ કરવામાં પૂર્વષિઓની આશાતના થવાને તેને ભય રહે, માટે વિશિષ્ટ કૃતના અતિશય વિનાને સામાન્ય સાધુ તેને વિરોધ ન ન કરે.) (૧૦૦)
“સૂત્રબાહ્ય (વિરૂદ્ધ) દેશના દેવાથી અનન્ત સંસાર વધે છે ઈત્યાદિ શાસ્ત્રોક્ત નિર્દેશને (વચનને) જાણવા છતાં પણ જેઓ અતિક, વિપાકજનક એવી ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે, તે તેઓનું મહાસાહસ (દુઃસાહસ) છે. (૧૦૧)
વર્તમાનમાં એવા પણ અનેક મહાસાહસિક (ભયંકર ભવ વૃદ્ધિથી પણ નહિ ડરનારા) દેખાય છે કે જેઓ પિતાની મતિકલ્પના રૂપ યુક્તિથી શાસ્ત્ર વિરૂદ્ધ કરવામાં અને ચિરકાળથી રૂઢ એવાં પણ સ્નાત્ર કરવું, બિમ્બ ભરાવવું, વિગેરે