________________
૩૬૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ ___मूढे अम्हि, पावे, अणाइमोहवासिए, अणभिन्ने भावओ हिआहिआणं अभिन्ने सिआ, अहिअनिवित्ते सिआ, हिअपवित्ते सिआ, आराहगे सिआ, उचिअपडिवत्तीए सबसत्ताणं सहिअंति। इच्छामि सुकडं, इच्छामि सुकडं, इच्छामि सुकडं ॥
એમ આ ચાર શરણાં, દુષ્કૃત નિન્દા અને સુકૃત અનુમોદનાને વારંવાર જે સ્વયં ભણે છે, સાંભળે છે અને સૂત્ર સાથે અર્થનું પુનઃ પુનઃ ચિન્તન–અનુપ્રેક્ષા કરે છે, તેના અશુભ કર્મોના બાંધેલા રસ અથવા અનુબન્ધ (કર્મ– બન્ધની પરંપરા) મન્દ પડે છે, તે કર્મોની સ્થિતિ રસદલિઓ ઓછાં થાય છે અને નિર્મૂળ પણ નાશ પામે છે.
એટલું જ નહિ, આ સૂત્રના પાઠથી, શ્રવણથી અને ચિન્તનથી આત્મામાં પ્રગટતા શુભ પરિણામના બળે જેમ કટક બદ્ધ (સર્પ વિગેરેના ડંખ થવા છતાં ડંખની નજીક કપડા કે દોરી વિગેરેને સખ્ત બન્ધ કરવાથી બન્ધાએલુ) ઝેર નિબળ–નિષ્ફળ થઈ જાય તેમ અશુભ કર્મો નિરનુબન્ધ (તેના ઉદયે નવાં અશુભ કર્મ બન્ધાવવામાં અસમર્થ બની જાય છે, (ઉદયમાં આવવા છતાં આત્માને મહાદિને વશ કરવામાં અસમર્થ બની જાય છે, અલ્પમાત્ર વિપાકવાળું બની જાય છે, એથી એને સુખપૂર્વક નિર્જરી (નષ્ટ કરી) શકાય છે અને પુનઃ એવાં કર્મોને બન્ધ જીવને થતું નથી.
વળી આ સૂત્રના પાઠથી, શ્રવણથી અને ચિન્તનથી જેમ ઉત્તમ ઔષધનો વિધિ-પરેજીપૂર્વક પ્રયોગ કરવાથી આરોગ્ય પ્રગટે તેમ આત્મામાં શુભકર્મોને બન્ધ થાય તેવા